Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભારતીયોને મોબાઇલ ગેમિંગનો ચસ્કો લાગ્યો

મોબાઇલ ગેમિંગનાં ટોપ પ માર્કેટમાં ભારત સામેલઃ સસ્તા ડેટાપ્લાનથી ફાયદો

મુંબઇ તા. ૧૪ : ભારત અત્યાર સુધી ગેમિંગ કોન્સોલ કે પીસી ગેમ્સ માટે મહત્વના બજાર તરીકે જાણીતું ન હતું, પરંતુ સ્માર્ટફોન્સ અને સસ્તા ડેટા પ્લાનના પ્રસારના કારણે દેશમાં મોબાઇલ ગેમિંગમાં તીવ્ર ઉછાળો આવ્યો છ.ે

ભારત અત્યારે યુઝર્સની સંખ્યાના સંદર્ભમાં મોબાઇલ ગેમિંગ માટે ટોચના પાંચ હજારો પૈકી એક છે તેમ મોબાઇલ વિડીયો એડ્વર્ટાઇઝિંગ પ્લેટફોર્મ POKKT એ જણાવ્યું છે. આ પ્લેટફોર્મ ભારત, દક્ષિણપૂર્વ એશિયા અનેમધ્યપૂર્વ (MENA) માં સક્રિય છ.ે ર૦૧૭ના આંકડા પ્રમાણે ભારતમાં રર.ર કરોડ સક્રિય ગેર્મ્સ દરરોજ પાંચથી વધારે સત્રમાં સરેરાશ ૪ર મિનિટથી વધારે સમય મોબાઇલ ગેમ્સ રમવામાં ગાળે છે.

ભારતમાં ફુલ ગેમ્સની રેવન્યુમાંથી ૮૯ ટકા વધારે હિસ્સો મોબાઇલ ગેમ્સ મારફત મેળવવામાં આવે છે તેમ POKKT સ્થાપક રોહિત શર્માએ જણાવ્યું હતું. આ ગેર્મ્સ તેમના શોખમાં ખૂબ વ્યસ્ત રહે છે. તેમાંથી લગભગ ત્રીજા ભાગના ગેર્મ્સ દર અઠવાડિયે પાંચ દિવસ કે તેનાથી વધુ સમય ગેમ રમવામાં ગાળે છ. ૪૦ ટકા જેટલા યુઝર્સ દર સપ્તાહે છ કલાકથી વધારે સમય મોબાઇલ ગેમ્સ પાછળ વિતાવે છે.

ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જીઓની એન્ટ્રી અને તેના કારણે તમામ ટેલિકોમ કંપનીઓ દ્વારા રેટમાં કાપના કારણેગેમિંગને ઉત્તેજન મળ્યું છ.ે

ર૦૧૭થી દેશમાં સમગ્ર મોબાઇલ એપ ઇકોસિસ્ટમમાં તેજી આવી છે.

ભારતમાં ટોચની ગેમ ગણાતી લ્યુડો કિંગના એકિટવ યુઝર્સની સંખ્યા એક કરોડને વટાવી ગઇ છે તેના માસિક સક્રિય યુઝર્સની સંખ્યા સાત કરોડથી વધારે છે. ભારતમાં બીજા અને ત્રીજા નંબરની ગેમ અનુક્રમે સબવે સર્ફર અને ટેમ્પલ રન છે. તેના યુઝર્સની સંખ્યા અનુક્રમે પ૦ રોકાણની તક શોધી રહી છે જેમાં ટેન્સન્ટ ગેમ્સ સામેલ છે. ભારત અને સાઉથ ઇસ્ટ એશિયામાં ઝડપી વૃધ્ધિ એવા સમયે થઇ રહી છે. જેયારે યુએસ અને ચીજ જેવા અગ્રણી મોબાઇલ ગેમિંગ માર્કેટમાં વધુ વૃધ્ધિની શકયતા રહી નથી. જો કે, વૈશ્વિક સ્તરે ગેમિંગ એવી કેટેગરી છે જયાં યુઝર્સની સૌથી વધુ ઇન-એપ ખરીદી કરે છે ત્યારેભારતીય યુઝર્સ હજુ પણ ગેમ્સ માટે નાણાં ખર્ચતા ખચકાય છ.ે(૬.૬)

નવી પેઢીની નવી પસંદ

 રિલાયન્સ જીઓની એન્ટ્રી અને ટેલિકોમ કંપનીઓ દ્વારા રેટમાં કાપના કારણે ગેમિંગને ઉત્તેજન મળ્યું.

 ર૦૧૭ થી દેશમાં સમગ્ર મોબાઇલ એપ ઇકોસિસ્ટમમાં તેજી આવી

 લ્યુડો કિંગના એકિટવ યુઝર્સની સંખ્યા એક કરોડને વટાવી ગઇ છે.

 બીજા અને ત્રીજા નંબરની ગેમ અનુક્રમે સબવે સર્ફર અને ટેમ્પલ રન છે.

 તેના યુઝર્સની સંખ્યા અનુક્રમે પ૦ લાખ અનેરપ લાખ છે.

ફુલ ગેમ્સની                   ૪૦% જેટલા

રેવન્યુમાંથી ૮૯%             યુઝર્સ દર સપ્તાહે

વધારે હિસ્સો                  છ કલાકથી વધારે

મોબાઇલ ગેમ્સ મારફત        સમય મોબાઇલ ગેમ્સ

મેળવવામાં આવે છે            પાછળ વીતાવે છે.

(9:49 am IST)