Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સોમનાથ ચેટર્જીના પાર્થીવ દેહને સીપીએમ ઓફિસ લઇ જવાની અપીલને પરિવારજનોએ ફગાવી દીધી

સોમનાથ ચેટર્જીની સીપીએમમાંથી 2008ના રોજ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દેવાઇ હતી

 

કોલકાતા : લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીના પરિવારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) નેતૃત્વ દ્વારા તેમનાં પાર્થિવ દેહને લાલ ઝંડામાં લપેટવાની ને તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે પાર્ટીની પશ્ચિમ બંગાળ મુખ્ય ઓફીસ લઇ જવાની અપીલ ફગાવી દીધી હતી. સોમનાથ ચેટર્જીની પુત્રે અનુશિલા બસુએ કહ્યુ કે,પાર્ટી અમને આગ્રહ કર્યો કે તેઓ પાર્ટી કાર્યકર્તાઓનાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને પાર્ટી મુખ્ય મથક લઇ જવા માંગે છે.

  જો કે અમે કહ્યું છે કે અમે એવું નથી ઇચ્છતા.સીપીએમને અમે અપીલ કરી કે તેઓ તેમના પાર્થિવ શરીરને લાલ ઝંડામાં લપેટવા માંગે છે,અમે ઇન્કાર કરી દીધો. સોમનાથ ચેટર્જીએ પાર્ટીએ 23 જુલાઇ, 2008ના રોજ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. પાર્ટીએ ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સમજુતીના વિરોધમાં યુપીએ-1 સરકાર  સાથે પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું હતું અને ચેટર્જીને પણ લોકસભા અધ્યક્ષ પદ પરથીરાજીનામું આપવા માટે કહ્યું હતું. જેને ચેટર્જીએ નકારી દીધું હતું, અને ત્યાર બાદ પાર્ટીએ તેમની હાંકી કાઢ્યા હતા.

 ચેટર્જીએ 10 વખતના લોકસભાના સભ્ય રહ્યા, જેમાં તેઓ સીપીએમ ઉમેદવાર તરીકે નવ વખત અને અપક્ષ ઉમેદવાર તરીકે એકવાર સાંસદ રહ્યા હતા. તેમનું સોમવારે 89 વર્ષની અવસ્થામાં કોલકતામાં એક નર્સિંગ હોમમાં નિધન થઇ ગયું હતું. જે દિવસે તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાઇ તેમની આંખોમાં આંસુ હતા.

(9:11 am IST)