Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રેલવેએ પાંચ એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં કર્યો જબરો ઘટાડો: દક્ષિણ- પશ્ચિમ રેલવે (SWR)ના પ્રવાસીઓને થશે ફાયદો

 

નવી દિલ્હી :ભારતીય રેલવેએ પાંચ એક્સપ્રેસ ટ્રેનના ટિકિટ દરમાં ભારે ઘટાડો કર્યો છે આ ઘટાડો 60 થી માંડીને 235 સુધી છે. આ ફાયદો દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR)ના પ્રવાસીઓને થશે. જેમાં  બેંગ્લુરુ, ગદગ અને મૈસુરથી નીકળતી ટ્રેનોનો સમાવેશ થાય છે. 

  સમાચાર એજન્સી IANS દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વધારે પ્રવાસીઓને એર કન્ડિશન્ડ કોચમાં પ્રવાસ કરવા માટે પ્રેરણા આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ડાયનેમિક ફેરની ગણતરી ટ્રાફિક પેટર્નના આધારે કરવામાં આવશે, ડિમાન્ડ-સપ્લાયના રેશિયોના આધારે નહીં. 

આ પાંચ ટ્રેનોના બદલાયા ટિકિટ દર

1. ગદગ-મુંબઈ એક્સપ્રેસમાં મહારાષ્ટ્રમાં સોલાપુર અને કર્ણાટકમાં કલબુર્ગી સુધી (495 રૂ.ના બદલે 435 રૂ., નવો દર 11 નવેમ્બરથી લાગુ)

2. મૈસુર-શિર્ડી એક્સપ્રેસમાં મૈસુર અને બેંગ્લુરુ વચ્ચે (495 રૂ.ના બદલે 260 રૂ., નવો દર 3 ડિસેમ્બરથી લાગુ)
3. યશવંતપુર-બિકાનેર એક્સપ્રેસમાં થર્ડ એસીમાં બેંગ્લુરુ અને હુબલી વચ્ચે (735 રૂ.ના બદલે 590 રૂ., નવો દર 30 નવેમ્બરથી લાગુ)

4. યશવંતપુર-સિકંદરાબાદ એક્સપ્રેસમાં થર્ડ એસી કોચ (354 રૂ.ના બદલે 305 રૂ., નવો દર 22 નવેમ્બરથી લાગુ)

5. યશવંતપુર-હુબલી વિકલી એક્સપ્રેસ (735 રૂ.ના બદલે 590 રૂ., હજી લાગુ થવાની તારીખની માહિતી નથી મળી)

(12:00 am IST)