Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા ઉંમર ખાલીદ ઉપર ફાયરીંગઃ બચાવઃ ફાયરીંગ કરતા કરતા અજાણ્યો શખ્સ નાસી છુટયો

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા ઉપર ફાયરીંગ થતા તેનો બચાવ થયો હતો. જો કે ફાયરીંગ કરનાર શખ્સ નાસી છુટયો હતો.

જો કે આ હૂમલામાં ઉમર ખાલિદ બચી ગયો હતો. તેમને કોઇ પણ પ્રકારની ઇજા થઇ નથી. એક પ્રત્યક્ષદર્શીના અનુસાર અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે તમામ લોકો ટી સ્ટોલ પર ઉભા હતા. ત્યારે જ એક વ્યક્તિ આવ્યો, તેણે સફેદ ટી શર્ટ પહેરી હતી. તેણે ધક્કો માર્યો અને ફાયર કરી દીધું. જેના કારણે ઉમર નીચે પડી ગયો હતો અને તેનાં કારણે જ તેને ગોળી નહોતી વાગી.

અમે તેને પકડવા માટે ગયા પરંતુ તે હવામાં ફાયરિંગ કરતો કરતો નિકળી ગયો હતો. આરોપ છે કે હૂમલો કરવા માટે આવેલા વ્યક્તિ પિસ્તોલ છોડીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ પિસ્તોલ રસ્તા પરથી મળી આવી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મુદ્દે તપાસ કરી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, યૂનાઇટેડ અગેન્સ્ટ હેટ નામના એક સંગઠને સોમવારે ખોફ સે આાદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ ઘટના બાદ ઉમર ખાલીદે કહ્યું કે, દેશમાં આજે ડરનો માહોલ છે. જે સરકારની વિરુ્દધ બોલી રહ્યા છે. તેઓને જીવનું જોખમ છે. તેમને ખતરો છે. સરકાર વિરુદ્ધ બોલનાર વ્યક્તિને દેશદ્રોહી ઠેરવવામાં આવી રહ્યા છે. તેમનાં પર ફાયરિંગ થઇ રહ્યા છે. તેમને કોઇને કોઇ રીતે કાયદાકીય જાળમાં ફસાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(12:00 am IST)