Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ચીનને ભીડાવવાની મોદી સરકારની નવી ચાલ : બ્રહ્મપુત્રા નદી નીચેથી સુરંગ પસાર કરવાનું આયોજન : ફોર લેન ટનલના નિર્માણ દ્વારા અરુણાલચલ પ્રદેશ સાથે કનેક્ટિવિટી વધારી શકાશે : ડિસેમ્બર માસથી પ્રોજેક્ટ શરૂ થઇ જશે

ન્યુદિલ્હી : ચીનને ભીડાવવા મોદી સરકારે નવી ચાલ ચાલવાનું આયોજન કર્યું છે. જે મુજબ બ્રહ્મપુત્રા નદી નીચેથી સુરંગ પસાર કરવાની તૈયારી થઇ રહી છે.  જે મુજબ ફોર લેન ટનલના નિર્માણ દ્વારા અરુણાલચલ પ્રદેશ સાથે કનેક્ટિવિટી વધારી શકાશે જે પ્રોજેક્ટનો અમલ ડિસેમ્બર માસથી  શરૂ થઇ જવાની ધારણા છે.
           તાજેતરમાં ગલવાન ઘાટીમાં ચીન સાથેના સંઘર્ષને કારણે ભારત હવે એક પછી એક ચાલ અમલી કરી રહ્યું છે.ચીનને આર્થિક મોરચે ભીડાવવા માટે તેની 59 એપ ઉપર પ્રતિબંધ અને ત્યાંથી આયાત થતી વસ્તુઓ ઉપર ભારે ટેક્સ ડ્યુટી લગાવ્યા બાદ હવે અરુણાચલ પ્રદેશ સાથે કનેક્ટિવિટી વધારવા માટેના માસ્ટર પ્લાન તરીકે ઉપરોક્ત પ્રોજેક્ટ અમલી બનવા જઈ રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:45 pm IST)