Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બિહારમાં 16 જુલાઈથી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન : કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને ધ્યાને લઇ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કરેલી જાહેરાત

પટણા : બિહારમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને ધ્યાને લઇ 16 જુલાઈથી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન અમલી બનશે તેવી  નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ જાહેરાત કરી છે. મંગળવારના રોજ બિહારમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
 છેલ્લા 24 કલાક દરમિયાન 1432 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ છે. આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 18853 સુધી પહોંચી ગઈ છે જ્યારે તેમાંથી 160 લોકો મોતને ભેટી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા 1432 નવા કેસમાંથી 162 કેસ પટના, 124 કેસ પૂર્વી ચંપારણ, 114 કેસ બેગૂસરાય અને 107 કેસ નાલંદામાંથી નોંધાયા છે.

(7:08 pm IST)