Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

નેપાળના PM ઓલીના ભગવાન રામ વિશેના નિવેદનથી ભડકયા અયોધ્યાના સંતઃ ધર્માદેશ જાહેર

રામદાસ મહારાજે કહ્યુ કેઃ નેપાળમા તો સરયૂ નદી જ નથી

લખનૌ, તા.૧૪: નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીના ભગવાન રામ વિશેના વિવાદિત નિવેદનથી અયોધ્યાના સંત ગુસ્સે થયા છે. રામ દળ ટ્રસ્ટના અધ્યક્ષ રામદાસ મહારાજે કહ્યુ કે, આજથી નેપાળમા તેના શિષ્યો ઓલીના સામે પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરશે. વેદ અને પુરાણના વર્ણન વિશે વાત કરતા રામદાસ મહારાજે કહ્યુ કે, નેપાળમા તો સરયૂ નદી જ નથી.

તેમણે વધુમા જણાવ્યુ કે, મારા લાખો શિષ્યો નેપાળમા રહે છે અને કાલે તેઓ લાખોની સંખ્યામા રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. નેપાળના પીએમ કે પી શર્મા ઓલીએ એક મહિનાની અંદર પોતાનુ પદ છોડવુ પડશે. હું આ ધર્માદેશ જાહેર કરૂ છું. મારા શિષ્યો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરે અને ઓલીને સત્તા પરથી બરતરફ કરે.

વિશ્વની સાંસ્કૃતિક રાજધાની અયોધ્યા છે. વેદ, રામાયણ, અને પુરાણમા જોઇ લો, તેમા સરળ રીતે લખ્યુ છે કે, જયાં સરયૂ નદી છે, ત્યાં અયોધ્યા છે. નેપાળમા તો સરયૂ નદી છે જ નહીં. સમગ્ર ભૂ- મંડળના રાજા હોય છે અને બધાના સમ્રાટ ભારતના ઉત્તર પ્રદેશના અયોધ્યાના મહારાજા હોય છે.

જયારે, ધર્મગુરૂ મહંત પરમહંસએ કહ્યુ કે, કે પી શર્મા પોતે પણ નેપાળી નથી. કે પી શર્મા નેપાળને પાકિસ્તાનની જેમ નેપાળી બનાવવા પર અડગ છે. નેપાળની જનતાને દગો આપી રહ્યા છે. ચીનએ નેપાળના બે ડઝનથી વધારે ગામ પર પોતાનો હક જમાવ્યો છે. જેને છુપાવવા માટે તેઓ ભગવાન રામના નામનો આશરો લઇ રહ્યા છે. અયોધ્યા એક જ છે, અને એક જ રહેશે. રાજનીતિમા કોઈ પણ વ્યકિત કંઇ પણ બોલી શકે છે પરંતુ મુખ્ય અયોધ્યા તો ત્યાં છે, જયાં સરયૂ માતા છે. રામજી ભગવાનનુ અયોધ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નેપાળના પીએમ કે પી શર્મા ઓલીએ દાવો કર્યો હતો કે, ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમા નથી, પરંતુ નેપાળના વાલ્મીકિ આશ્રમની પાસે છે. વાલ્મિકી રામાયણના નેપાળી અનુવાદ કરનાર નેપાળના આદિ કવિ ભાનુભકતની જન્મ જયંતિના અવસર પર એક કાર્યક્રમમા ઓલીએ આ નિવેદન આપ્યુ હતુ.

ઓલીએ વધુમા જણાવ્યુ કે, અમે લોકો તો આજ સુધી એ ભ્રમમા છીએ કે, સીતાના લગ્ન જે રામ સાથે થયા હતા, જે રામ ભારતીય છે. પરંતુ તે ભારતીય નહીં નેપાળી છે. જનકપુરથી પશ્ચિમમા રહેલા બીરગંજની પાસેના ઠોરી નામની જગ્યામા એક વાલ્મિકી આશ્રમ છે, રાજકુમાર રામ ત્યાંના છે. વાલ્મિકી નગર નામની જગ્યા અત્યારે બિહારના પશ્ચિમ ચમ્પારણ જિલ્લામા છે, જેનો કેટલોક ભાગ નેપાળમા આવેલો છે.

(4:26 pm IST)