Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઇડીએ તપાસ શરૂ કરી

વિકાસ દુબે દર મહિને કમાતો'તો ૧ કરોડ રૂપિયાઃ પૈસા નાખ્યા કયાં ?

નવી દિલ્હી તા. ૧૪ : પોલીસ અથડામણમાં માર્યા ગયેલા યુપીના કુખ્યાત ગેંગસ્ટાર વિકાસ દુબે દર મહિને ૧ કરોડની કમાણી કરતો હતો. આ માહિતી ઇડીના અધિકારીઓએ આપી છેે. ઇડીએ કહ્યું છે દુબે એક સામાન્ય જીંદગી જીવતો હતો. તેને ભવ્ય જીવનશૈલી પસંદ નહોતી તેથી તપાસ એજન્સીને તેના નાણાનું ઠેકાણું શોધવામાં મુશ્કેલી પડી રહી છે..

ગેંગસ્ટાર કપડા સાદા પહેરતો હતો. તેના બેંક ખાતામાં પણ ઘણા પૈસા નથી. તેણે કદી વિદેશ પ્રવાસો પર પૈસા નથી ખર્ચ કર્યા કે ન તો મોંઘો સામાન ખરીદયો.

ઇડી હવે તપાસ કરે છે તે પૈસાનું રોકાણ કયાં કરતો હતો. તેની નજીકના લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.

(4:25 pm IST)