Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ટીબીની વેકસીનથી ટળી શકે છે કોરોના વાયરસનું ગંભીર સંક્રમણ

ટીબીને ફેલાતો અટકાવવા માટે BCG રસીનો ઉપયોગ કરાય છે જેનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા તથા મૃત્યુઆંક ઘટાડવામાં મદદરુપ થઈ શકે

નવી દિલ્હી, તા.૧૪: કોરોના વાયરસના ફેલાવા વચ્ચે તેના ઈલાજ માટે વિવિધ દેશો દ્વારા શોધ કરવામાં આવી રહી છે. આ સાથે દવાની અસર વગેરે અંગે ખબરો આવતી રહે છે જોકે, આજ સુધી કોરોના વાયરસની રસી કોઈ દેશ શોધી નથી શકયું. ભારતમાં પણ કોરોના વાયરસની રસીની શોધના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે કોરોના વાયરસને હરાવવા માટે કઈ દવાઓ કામ કરી શકે છે તેના પર પણ વિવિધ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક નવી વાત સામે આવી છે.

સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, ટીબીને ફેલાતો અટકાવવા માટે BCG  રસીનો ઉપયોગ કરાય છે જેનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા તથા મૃત્યુઆંક ઘટાડવામાં મદદરુપ થઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે. આ સ્ટડીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના રિસર્ચર્સ પણ જોડાયા છે.

ખબરો અનુસાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર મોલિકયુલર મેડિસિનના ચેરપર્સન અને રિસર્ચના લેખક ગોવર્ધન દાસ કહે છે કે દુનિયાના દ્યણાં દેશોમાં સામે આવ્યા પ્રમાણે ૧૦૦૦ કરતા વધારે સંક્રમણ કેસ પર કરાયેલા અભ્યાસમાં ખ્યાલ આવ્યો છે કે જે લોકોએ ભારત સિવાય અન્ય દેશોમાં ગ્ઘ્ઞ્ના વેકસીન લીધી છે, તેઓ જેમણે વેકસીન નથી લીધી તેમની સરખામણીમાં વધારે સુરક્ષિત છે.

એવું પણ માનવામાં આવે છે કે, કોરોના વાયરસ સામે BCG રસી લેનારા દેશોને વધારે રક્ષણ મળી રહ્યું છે. આ રસી લીધેલી હોય તેમને કોરોના વાયરસ સામે લડવામાં મદદ મળી રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. BCG રસી ટ્યુબેકોલોસીસ (TB)ની બીમારીથી બચાવવા માટે કરવામાં આવે છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, BCG રસી કોરોના સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા સાબિત થઈ શકે છે. જોકે આ વિષય પર રિસર્ચ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં નવા અઠવાડિયાની શરુઆત સાથે ૨૮,૬૦૦ કરતા વધારે કેસના વધારા સાથે દેશમાં કુલ કેસની સંખ્યા ૯ લાખ થઈ ગઈ છે. પાછલા ત્રણ દિવસ પહેલા આ આંકડો ૮ લાખ હતો. સોમવારે વધુ ૫૩૮ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૩,૬૯૫ થઈ ગયો છે.

(4:23 pm IST)