Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વિશ્વમાં દર ૩૯ સેકન્ડે એક બાળકનું ન્યુમોનીયાથી થાયછે મોત

દર વર્ષે ૮ લાખ એટલે કે રોજ રર૦૦ બાળકોના મોત : છ મહિના સુધી બાળકને સ્તનપાન જ કરાવવું ૬ થી પ૯ મહિનાના બાળકને વિટામીન- એનો ડોઝ વર્ષમાં બે વખત આપી શકાય

નવી દિલ્હી તા. ૧૪ : વિશ્વમાં બીજા કોઇપણ ચેપી રોગ કરતા ન્યુમોનિયાના કારણે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના મોત થાય છે દર વર્ષે  લગભગ આઠ લાખ એટલે કે રોજના રર૦૦ બાળકોના મોત ન્યુમોનિયાથી થાય છે. તેની સરખામણીમાં ર૦૧૮માં ૪,૩૭,૦૦૦ બાળકો ડાયેરીયાથી અને ર,૭ર,૦૦ બાળકો મેલેરિયાથી મૃત્યુ પામ્યા હતા. વૈશ્વિક રીતે દર વર્ષે દર એક લાખ બાળકે ૧૪૦૦ બાળકોને ન્યુમોનિયના થાય છે. અથવા દર ૭૧ બાળકે એક બાળકને ન્યુમોનિયા થાય છે. જયારે દક્ષિણ એશીયામાં દર દસ લાખ બાળકે રપ૦૦ અને પશ્ચિમ તથા મધ્ય આફ્રિકામાં ૧૬ર૦ બાળકોને ન્યુમોનિયા થાય છે.

બાળપણમાં ન્યુમોનિયા થવાનું મુખ્યત્વે ગરીબી સામે જોડાયેલા કુપોષણ, પિવાના પાણીની અછત અને સેનીટેશનના અભાવ સાથે સંકળાયેલું છે વૈશ્વિક રીતે ૩ર ટકા ન્યુમોનિયા પિડીત બાળકોને આરોગ્ય સેવાઓ નથી મળતી તેની સામે ઓછી અથવા મધ્યમ આવક વાળાદેશોમાં તે આંકડો ૪૦ ટકા છે.

આને નિવારવા માટેના ઉપાયોમાં નિષ્ણાંતો સુચવે છે કે છ મહિના સુધી બાળકોને સ્તનપાન સિવાય બહારની એક પણ વસ્તુ ન આપવી જોઇએ ત્યાર પછી બે વર્ષની વય સુધી યોગ્ય આહારની સાથે સાથે સ્તનપાન પણ ચાલુ રાખવામાં આવે તો આ મૃત્યદરને નીચો લાવી શકાય. આ ઉપરાંત વીટામીન એનો હાઇડોઝ ૬ થી પ૯ મહિનાના બાળકને વર્ષમાં બે વાર આપવાથી મૃત્યુ દર ર૪ ટકા અને ડાયેરીયાના કેસ ૧પ ટકા ઘટાડી શકાય.

(4:21 pm IST)