Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોરોના દર્દીઓ માટેની દવા લાવશે 'બાયોકોન' કિંમત હશે રૂ.૮ હજારઃ સામાન્યથી ગંભીર કેસોના ઉપચાર માટે વપરાશે

નવી દિલ્હીઃ બાયોટેકનોલોજી કંપની બાયોકોને કહ્યું કે તે મધ્યમથી માંડીને ગંભીર કોરોના દર્દીની સારવાર માટે બાયોલોજીક દવા- ઈટોલીજુમાલ રજુ કરશે. જેની કિંમત લગભગ ૮૦૦૦ રૂપિયા પ્રતિ બોટલ હશે. કંપનીએ કહ્યું છે કે તેને કોવિંદ -૧૯ના કારણે મધ્યમથી માંડીને ગંભીર તીવ્ર શ્વસન સંકટ સીન્ડ્રોમ (એઆરડીએસ)ના કેસમાં સાઈટોકાઈન રીલીઝ સીન્ડોમના ઉપચાર માટે ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટે ઈટોલીજુમાલ ઈન્જેકશન (૨૫મીગ્રા/ પાંચ મીલી)ના ઉપયોગની મંજૂરી ડીસીજીઆઈ પાસેથી મળી છે.

બાયોકોને આ પહેલા એક સૂચનામાં કહ્યું હતું કે ઈટોલીજુમાલ દુનિયાની કયાંય પણ સ્વીકૃત  પહેલો નોવલ બાયોલોજીકલ ઉપચાર છે. જેમાં કોવિંદ-૧૯ની ગંભીર જટિલતાઓથી પીડીત રોગીઓનો ઈલાજ કરવામાં આવે છે.

બાયોકોનના કાર્યકારી અધ્યક્ષ કિરણ મજદાર શો એ એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહયું કે જયાં સુધી રસી નહીં આવે ત્યાં સુધી આપણે જીવન રક્ષક દવાઓની જરૂર પડે છે. મને લાગે છે કે આપણે દુનિયાભરમાં જે કરીએ તે આ મહામારીના ઈલાજ માટે નવી દવાઓનો વિકાસ કરીએ છીએ.

તેમણે કહ્યું કે ભલે આપણને આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષે કોઈ રસી મળી જાય પણએ વાતની કોઈ ગેરંટી નથી કે ફરીથી સંક્રમણ નહીં થાય. જે રીતે આપણે આશા રાખીએ છીએ તે જ રીતે તે દવા કામ કરશે એવી પણ કોઈ ગેરંટી નથી. આના માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે.

(2:45 pm IST)