Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે ૬૦ ટકા જમીનનું સંપાદન

કોરોનાની મહામારીના પગલે ર૦ર૩માં આ પ્રોજેકટ પૂર્ણ થવા પર પ્રશ્નાર્થ

મુંબઇ, તા. ૧૪ : પ્રજાના વિરોધ અને મહારાષ્ટ્ર સરકારના અવરોધ વચ્ચે દેશની પહેલી મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે જરૂરી જમીનના ૬૦ ટકા જમીનનું સંપાદન થઇ ગયું છે. જો કે વડાપ્રધાનશ્રી મોદીના આ ડ્રીમ પ્રોજેકટની ડીસેમ્બર ર૦ર૩ની ડેડલાઇન સુધીમાં કોરોના મહામારીના કારણે આ પ્રોજેકટ પૂર્ણ થવા પર પ્રશ્નાર્થ છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) ના મેનેજીંગ ડાયરેકટર અચલ ખરેએ કહ્યું હતું કે, અમે ઝડપી કામગીરી કરી રહ્યા છીએ અને પ્રોજેકટ માટે જરૂરી જમીનની ૬૦ ટકા જમીનનું સંપાદન થઇ ગયું છે. જયારે ગુજરાતના જમીન સંપાદન લગભગ ૭૭ ટકા થયું છે.

મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરીડોર પ્રોજેકટ માટે જમીનની જરૂરીયાત ગયા વર્ષે ૧૪૩૪ હેકટરમાંથી ઘટાડીને ૧૩૮૦ હેકટર કરવામાં આવી હતી. આ જમીનમાંથી ૧૦૦૪.૯૧ હેકટર જમીન ખાનગી માલિકીની છે. એનએચએસઆરસીએલે અત્યાર સુધીમાં ૮ર૦-૮૩૦ હેકટર જમીન સંપાદિત કરી લીધી છે.

(2:44 pm IST)