Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોંગ્રેસે હથોડો પછાડયો : પાયલટને પાણીચૂ

રાજસ્થાન કોંગ્રેસમાં ભૂકંપ : કોંગ્રેસ હાઇકમાન્ડે બળવાખોર સચિન પાયલટની નાયબ મુખ્યમંત્રી પદ તથા પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી : પાયલટ જુથના ૩ પ્રધાનોને પણ ગેહલોતે ગડગડીયુ પકડાવ્યું : ધારાસભ્યોની બેઠકનો બહિષ્કાર કરતા પક્ષે લીધો આકરો નિર્ણય

નવી દિલ્હી તા. ૧૪ : બાગી નેતા સચિન પાયલટ પર કાર્યવાહી કરીને કોંગ્રેસે તેને દરેક પદો પરથી હટાવી દિધા છે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં ઉપમુખ્યમંત્રી રહેલા પાયલોટ પાસેથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ પણ છીનવી લેવામાં આવ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પાયલટને મનાવાના ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ માન્યા નહી. ત્યારબાદ કોંગ્રેસ આલાકમાને આ નિર્ણય કર્યો છે. દિલ્હીથી જયપુર ગયેલા રણદીપ સુરજેવાલાએ પાયલટને હટાવાનું એલાન કર્યું. તેમની જગ્યાએ ઓબીસી નેતા ગોવિંદસિંહ ડોટાસરાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે. સુરજેવાલાએ એલાન કરીને પાયલટ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા. તેઓએ તે પણ ગણાવું કે પક્ષે પાયલટને મનાવાના બધા જ પ્રયત્નો કરી લીધા.

રાજસ્થાનના રાજકારણમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સચિન પાયલટે વિદ્રોહનું મન બનાવી જ લીધું. સચિન પાયલટ કોઈ પણ ભોગે અશોક ગેહલોતને હટાવી પોતે રાજસિંહાસન પર બેસવા માંગે છે ત્યાં કોંગ્રેસે પણ ગઢ બચાવવા કવાયત શરુ કરી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસે જયપુરમાં ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેતા સચિન પાયલટ સહીત ત્રણ મંત્રીઓને પદેથી હટાવ્યા છે. અશોક ગેહલોતનાં નેતૃત્વમાં રાજસ્થાનમાં મળેલી બેઠકમાં સચિન પાયલટ પર કાર્યવાહી કરવા ધારાસભ્યોએ પ્રસ્તાવ પાસ કર્યો છે. બેઠકમાં સચિન પાયલટ, વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રીપદથી હટાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ થશે કે આ નિર્ણય બાદ સચિન પાયલટ શું જવાબ આપે છે. આ પ્રસ્તાવ કમિટીને આપવામાં આવશે પછી ધારાસભ્યોને નોટીસ આપવામાં આવશે.ઙ્ગ સચિન પાયલટને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.ઙ્ગ

ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આ મુદ્દે શાંત હતી પરંતુ હવે સચિનને ઓફર આપવામાં આવી રહી છે. ઓમ માથુરે કહ્યું કે સચિન જો પાર્ટીમાં આવે છે તો તેમનું સ્વાગત છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અત્યારે વેટ એન્ડ વોચની રણનીતિ પર કામ કરી રહ્યું છે અને ફલોર ટેસ્ટની માંગ પણ નથી કરી.ઙ્ગ

અશોક ગેહલોતે પણ ધારાસભ્યોને એકઠા કરીને પોતાની તાકાતનો પરિચય કરાવી દીધો છે. કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક કરવામાં આવી જેમાં લીડરશીપ બદલવા પર કોઈ જ ચર્ચા કરવામાં નહીં આવે. બધા ધારાસભ્યો અશોક ગેહલોતનું જ સમર્થન કરી રહ્યા છે એવામાં આ સચિન માટે એક મોટો ઝટકો હોઈ શકે છે. ત્યારે જે ધારાસભ્યો આ બેઠકમાં સામેલ નથી થયા તે બધા પર કોંગ્રેસ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. પાર્ટી આ ધારાસભ્યોને નોટીસ ફટકારશે.ઙ્ગ

કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે મોવડી મંડળ દ્વારા ઘણીવાર સચિન પાયલટથી વાતચીત કરવામાં આવી અને સચિનને આ બેઠકમાં સામેલ થઇ જવા કહેવામાં આવ્યું હતું. પરંતુ સચિન અને તેમના સમર્થકો નમવા તૈયાર નથી.ઙ્ગ

સચિન પાયલટ જૂથના ભંવરલાલ શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે દાવો કર્યો છે કે ૨૨ MLAનું સમર્થન સચિન પાયલટની સાથે છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના CM પાયલટને બનાવવામાં આવે અને ગેહલોતને હટાવાશે તો જ પાર્ટીમાં પરત ફરીશું.' આ સિવાય તેમણે કહ્યું કે અમારી ભાજપમાં જવાની કોઇ યોજના નથી.

(3:15 pm IST)