Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

શહેરમાં કોરોના કહેર યથાવતઃ ડોકટર સહિત નવા ૭ કેસઃ કુલ આંક ૪૨૭

આર્યલેન્ડ ફલેટ, હાઇરાઇઝ એપાર્ટમેન્ટ, ચંદ્રેશનગર મેઇન રોડ, ન્યુ માયાણીનગર, રૈયાધાર, પેનાગોન સોસાયટી તથા કૈલાશ પાર્ક સહિતના વિસ્તારમાં ૩ પુરૂષ અને ૪ મહિલાને કોરોના

રાજકોટ,તા.૧૪: શહેરમાં કોરોના કેસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગઇ કાલે સોમવારે ૨૭ કેસ નોંધાયા બાદ આજે મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ડોકટર સહિત ૩ પુરૂષ અને ૪ મહિલા સહિત કુલ ૭ નવા કેસ જાહેર થયા છે. શહેરનો કુલ આંક ૪૨૭એ પહોંચ્યો છે.

કોરોના પોઝીટીવ દર્દીના નામ-સરનામા

રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૧૩ સાંજના ૦૫:૦૦ વાગ્યાથી તા.૧૪ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૭  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેની વિગત આ મુજબ છે. (૧) ચંદ્રકાંત લક્ષ્મીચંદ વોરા (ઉવ.૬૮), સરનામું :૩૦૨/બી ટાવર, આર્યલેન્ડ ફ્લેટ, શ્યામલ હાઈટ સામે, જીવરાજ પાર્ક, નાના મૌવા મેઈન રોડ,તેમના પત્ની પોઝીટીવ આવેલ હત.

(૨) ડો. કેયુર રજનીકાંત મુનિયા (ઉવ.૨૮), સરનામું :ડી/૩૭, હાઈરાઈઝ એપાર્ટમેન્ટ, જામનગર રોડ, સીવીલ કોવીડ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા હતા.

(૩) રીધ્ધીબા હિંમત રાઠોડ (ઉવ.૨૦), સરનામું : ચંદ્રેશનગર મેઈન રોડ.

(૪) સરવૈયા દીપેશ ગીરીશભાઈ (ઉવ.૨૨), સરનામું :કવાર્ટર નં. ૨૨, રૂમ નં. ૨૫૯૩, ન્યુ માયાણી નગર, કોર્પોરેશન કવાર્ટર, આર્ય સમાજ પાસે યુનીપથ લેબમાં લેબોરેટરી ટેકનીશીયન તરીકે કોરોનાના સેમ્પલ લે છે. જુનાગઢ સગાઈમાં ગયેલ હતા.

(૫) સાયરાબેન અજીત મોકરાશી (ઉવ.૪૫), સરનામું :રૈયાધાર, રાણીવરૂડી મા ચોક, ઈસ્કોન મોલમાં સ્વીપર તરીકે કામ કરે છે.

(૬) વોરા અસ્મી હિતેષભાઇ (ઉવ.૧૯), સરનામું :પેનાગોન સોસાયટી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મોટા મૌવા રોડ, દાદા-દાદી પોઝીટીવ આવેલ છે.

(૭) રંજન નરોતમ મનાણી (ઉવ.૫૫), સરનામું : કૈલાશ પાર્ક-૪, રણુજા મંદિર, કોઠારીયા મેઈન રોડ,  પિતાશ્રી પોઝીટીવ આવેલ છે.

(3:18 pm IST)