Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઓમ કોઠારી ગ્રુપ ઝપટે : વૈભવ ગેહલોત પાર્ટનર છે

જયપુર-કોટા-દિલ્હી-મુંબઇમાં IT દરોડા

કોટા તા. ૧૪ : રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલા સંકટ વચ્ચે ઇન્કમટેક્ષની કાર્યવાહી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. કોટામાં આયકર વિભાગની ૬ ટીમોએ ઓમ કોઠારી ગ્રુપના ૪ સ્થળે દરોડા પાડયા છે.

લગભગ ૫૦ જેટલા સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરાઇ છે. ઓમ કોઠારી ગ્રુપ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ છે. મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા પણ ચલાવે છે. કોટા, દિલ્હી, મુંબઇ, જયપુરમાં દરોડાની કાર્યવાહી થઇ રહી છે.

આયકર વિભાગે અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે. કાર્યવાહી કયાં સુધી ચાલશે એ અંગે કશું કહી શકાય નહિ.

સૂત્રો જણાવે છે કે, ઓમ કોઠારી ગ્રુપમાં સીએમ ગેહલોતના પુત્ર વૈભવ પાર્ટનર હોવાનું કહેવાય છે. તેથી આ દરોડાને રાજનીતિના ચશ્માથી પણ નિહાળવામાં આવે છે.

(11:09 am IST)