Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દેશના અનેક શહેરોમાં આજથી ફરી લોકડાઉન

પૂણે-ગ્વાલીયર-દક્ષિણ કર્ણાટક-વારાણસી સહિતના અનેક વિસ્તારોમાં લોકડાઉન લાગુ : બિહારમાં સંપુર્ણપણે લોકડાઉન જાહેર કરવા તૈયારીઃ આજે ઉચ્ચકક્ષાની બેઠકમાં નિર્ણય લેવાશે

નવી દિલ્હી,તા.૧૪ : દેશમાં કોરોનાના કેસ ૯ લાખ સુધી પહોંચી ગયા છે. અને હવે ફરી એક વખત લોકડાઉનનો દોર પાછો ફરી રહ્યો હોવાના નિર્દેશો મળી રહ્યા છે. દેશના અનેક શહેરોમાં આજથી ફરી લોકડાઉન લાગુ થઇ રહ્યું છે. આ હડકાઇ સપષ્ટ કરે છે કે જિંદગીની રફતારને રોકવી એ જ કોરોના ઉપર કાબુ મેળવવાનો એકમાત્ર માર્ગ છે. હકીકતમાં રોજ રોજના નવા કેસના આંકડા ચોંકાવનારા છે. કુલ કેસ ૯ લાખ થયા છે. ૯૩ તો ડોકટરો મોત પામ્યા છે. WHOનું કહેવું છે કે હજુ સ્થિતિ વધુ ખરાબ થશે.

એવામાં સવાલ  એ છે કે શું અનલોકથી સિથતિ વણસી રહી છે. શું ફરીથી નિયંત્રણોની જરૂર છે અનેક રાજ્યોમાં અજથી ફરીથી લોકડાઉનના જે નિર્ણયો લીધા છે તેનાથી લાગે છે કે અનલોકની છુટ છાટથી કોરોનાને પ્રસરવામાં મદદ મળી છે.

કોરોનાને કાબુમાં લેવા અમદાવાદ, વડોદરા, સુરતમાં વાહન વ્યવહાર બંધ કરાયો છે. ગ્વાલીયરમાં ૧'દિમાં ૧૯૧ કેસ આવતા આજે સાંજે ૭ થી ૧ સપ્તાહ સુધી ટોટલ લોકડાઉન લાગુ થશે કર્ફયુની જેમ નિયંત્રણો હશે.

આજ રાતથી દ.કર્ણાટકમાં ૧ સપ્તાહનું લોકડાઉન લાગુ થશે. મહારાષ્ટ્રના પૂણે અને પિપરી-ચિંચવાડમાં આજે રાતેથી ૧૦ દિવસ લોકડાઉન લાગુ થશે. વારણસીમાં ૫ દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન લાગુ થયું છે. જમ્મુ-કાશ્મીરમાં લોકડાઉન લાગુ છે.

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સાથે ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. આવામાં બિહારમાં વધતા કેસના કારણે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. અહીં કોરોના પોઝિટિવ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે આવામાં સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. એક સ્થાનિક અખબાર મુજબ બિહારના મુખ્ય સચિવ દીપક કુમારે જણાવ્યું છે કે રાજય સરકાર લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. જેને લઈને સરકાર મંગળવારે નિર્ણય લઈ શકે છે. આ કારણે મંગળવારે એક હાઈલેવલની બેઠક બોલવવામાં આવી છે. રાજધાની પટના સહિત ૧૦ જિલ્લામાં લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.

આ પરિસ્થિતિ એટલા માટે ઉભી થઈ છે કારણ કે ૧૦ કરતા વધારે જિલ્લામાં લગાવેલા લોકડાઉન છતાં ૩ દિવસમાં ૩,૦૦૦ કરતા વધારે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ૧૦ જુલાઈની બપોરે બિહારમાં ૧૪,૩૩૦ કોરોના પોઝિટિવ કેસ હતા. પરંતુ ૧૩ જુલાઈએ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે કેસ ૧૭,૪૨૧ થઈ ગયા. એટલે કે ત્રણ દિવસમાં ૩,૦૯૧ નવા કેસ ઉમેરાયા.

બિહારની રાજધાની પટનામાં સ્થિતિ વધારે ખરાબ બની ગઈ છે. કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે. પટનામાં ૯૦ કન્ટનમેન્ટ ઝોન બની ગયા છે, જેમાં ૧૫,૯૮૧ ઘરોનો સમાવેશ થાય છે.

ભારતમાં નવા અઠવાડિયાની શરૂઆત સાથે ૨૮,૬૦૦ કરતા વધારે કેસના વધારા સાથે દેશમાં કુલ કેસની સંખ્યા ૯ લાખ થઈ ગઈ છે. પાછલા ત્રણ દિવસ પહેલા આ આંકડો ૮ લાખ હતો. સોમવારે વધુ ૫૩૮ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૩,૬૯૫ થઈ ગયો છે.

(11:07 am IST)