Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો

નવી દિલ્હી, તા.૧૪: લોકડાઉન દરમિયાન મોંઘવારીએ ફરી માથુ ઉચકતા લોકોની મુશ્કેલી વધી ગઇ છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન મહિનામાં દેશમાં ગ્રાહક ભાવાંક એટલે કે રિટેલ ઇનફ્લેશનમાં ૬.૦૯ ટકાનો વધારો થયો છે.

આ આંકડા આંકડાકીય અને યોજના અમલીકરણ વિભાગ દ્વારા જાહેર કરાયા છે. લોકડાઉનના લીધે બજારમાં પુરતા પ્રમાણમાં સપ્લાય ન થવાથી તેમજ માંગ વધતા ખાદ્યતેલ, કઠોળ-અનાજ, શાકભાજી સહિતની ખાદ્યચીજોના ભાવ દ્યણા વધી ગયા છે. જેના લીધે મોંદ્યવારી દર વધ્યો છે.

સરકાર દ્વારા અગાઉ એપ્રિલ અને મે મહિનાના રિટેલ મોંઘવારી દરના આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. જો કે સરકારે એપ્રિલમાં માર્ચ મહિના માટેનો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસ અગાઉના ૫.૯૧ ટકાથી સુધારીને ૫.૮૪ ટકા કર્યો છે.

(10:03 am IST)