Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

Googleએ હટાવી 11 ખતરનાક એપ્લીકેશન: યૂઝર્સને પણ તરત જ ડિલીટ કરવાની સલાહ

હેકર્સ યૂઝર્સની પરવાનગી વગર જ તેમને પ્રીમિયમ સર્વિસ માટે સબસ્ક્રાઈબ કરાવી દે છે

 

નવી દિલ્હી : ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્લીકેશન છે, જેના દ્વારા હેકર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાં ઘુસણખોરી કરે છે. ગૂગલ સમય-સમય પર સંદિગ્ધ એપ્સને હટાવતું રહે છે અને તેની પર પ્રતિબંધ લગાવી દે છે.

ક્રમમાં હાલમાં ગૂગલે એવી 11 ખતરનાક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. જેના દ્વારા હેકર્સ યૂઝર્સની પરવાનગી વગર તેમને પ્રીમિયમ સર્વિસ માટે સબસ્ક્રાઈબ કરાવી દે છે. એન્ડ્રોઈડ એપ્સને નિશાનો બનાવનારા ખાસ મેલવેયર સીધા યુઝર્સના એકાઉન્ટમાં ઘુસણખોરી કરી શકે છે. જેનાથી ક્યારેક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પૈસા પણ કપાઈ શકે છે અને યૂઝર્સને તેની જાણ પણ થતી નથી.

(12:57 am IST)