Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું : રીડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલ જવાનોની ખબર કાઢવા જતી વખતે કાળો માસ્ક પહેર્યો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે. રીડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલ જવાનોની ખબર કાઢવા જતી વખતે તેમણે કાળો માસ્ક પહેર્યો હતો જેના ઉપર પ્રેસિડેન્શિયલ સીલ લાગેલું હતું.  આ અંગે પત્રકારોએ તેમને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે હું ક્યારેય માસ્ક પહેરવાનો વિરોધી નહોતો
               તેમણે ઉમેર્યું હતું કે માસ્કને પહેરવાનો ચોક્કસ સમય અને જગ્યા હોય છે. મારું માનવું છે કે જ્યારે તમે હોસ્પિટલમાં જાવા છો અને ખાસ કરીને જ્યારે કોઈ સૈનિક સાથે તમારે વાત કરવાની હોય છે, જેનું તાજેતરમાં જ ઓપરેશન કરવામાં આવ્યું હોય તો આવા સંજોગોમાં માસ્ક પહેરવું સારું છે.
જોકે સીએનએનના રિપોર્ટ મુજબ વ્હાઈટ હાઉસના સહયોગીઓ અને રાજકીય સલાહકારોના અભિયાનના કારણે ટ્રમ્પે માસ્ક પહેરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પની સાથેના બીજા સ્ટાફે પણ કાળા માસ્ક પહેર્યા હતા.

(7:42 pm IST)