Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બ્રિટનમાં OFBJP ના ઉપક્રમે ચીન વિરુદ્ધ દેખાવો : ચાઈનીઝ દૂતાવાસ સામે ભેગા થયેલા ભારતીયોએ હાથમાં ત્રિરંગા સાથે ચીન વિરુદ્ધ સૂત્રો દર્શાવ્યા : ચીનની વિસ્તારવાદી નીતિનો વિરોધ કર્યો

લંડન : બ્રિટનમાં OFBJP ના ઉપક્રમે ચીન વિરુદ્ધ ગઈકાલ રવિવારે દેખાવો કરાયા હતા.જે અંતર્ગત ચાઈનીઝ દૂતાવાસ સામે ભેગા થયેલા ભારતીયોએ હાથમાં ત્રિરંગા સાથે ચીન વિરુદ્ધ સૂત્રો દર્શાવતા પોસ્ટરોનું પ્રદર્શન કર્યું હતું.
આ પોસ્ટરોમાં ' ચીન વાપસ જાઓ ' તેમજ તિબેટ ચીનનો હિસ્સો નથી ' તેવા લખાણો જોવા મળ્યા હતા.તથા ચીનની વિસ્તારવાદી નીતિઓ વિરુદ્ધ સહુને સંગઠિત થવા શ્રી કુલદીપ શેખાવતે એલાન કર્યું હતું.

(8:31 am IST)