Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

હૈદરાબાદ: ભારતના ૧૩ વીવીઆરઇપી લોકોના આઇફોન હેકરે માલવેરની મદદથી હેક કર્યા બ્‍લેકમેલ કરે તેવી આશંકા

હૈદરાબાદ: ભારતના ૧૩ વીવીઆઇપી લોકોના આઇફોન હેકરે માલવેરની મદદથી હેક કર્યા હોવાનું અને આ હેક કરનાર બ્‍લેકમેલ કરે તેવી આશંકા સેવાઇ રહી છે.

આઈફોનના મેસેજ, વોટ્સએપ ચેટ, લોકેશન, ચેટ લૉગ, ફોટોસ અને કોન્ટેક્ટ્સ જેવી ઈન્ફર્મેશન ચોરી કરવામાં આવી છે. જો કે હજી સુધી આ 13 લોકોની ઓળખ કરવામાં નથી આવી.

કોમર્શિયલ થ્રેટ ઈન્ટેલિજન્સ ગ્રુપ સિસકો ટાલોઝના રિસર્ચર્સે શોધ્યું કે, એક શંકાસ્પદ એપ્લિકેશનની મદદથી એક અત્યંત હાઈ લેવલના ટાર્ગેટેડ હુમલાથી આ 13 લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. સિસકોના નિષ્ણાંતોને આશંકા છે કે iPhone હેક કરનાર વ્યક્તિ ભારતમાં હોઈ શકે છે પરંતુ તેણે પોતે રશિયન હોય તેમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે રશિયન નામ અને રશિયાના ઈ-મેઈલ ડોમેઈનનો ઉપયોગ કર્યો છે.

આ ઘટનાને પાર પાડનારા લોકોની બે પર્સનલ ડિવાઈસોમાં ભારતના વોડાફોન નેટવર્કના ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક્સપર્ટ્સનો દાવો છે કે, હેકર્સે એક ઓપન સોર્સ મોબાઈલ ડિવાઈસ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. આની મદદથી 13 ડિવાઈસ સુધી પહોંચ તૈયાર કરી હતી.

ટાલોઝ સિક્યૉરિટીના ટેક્નિકલ લીડર વૉરન મર્સરે કહ્યું કે, હૅકરે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સમાં અલગથી ફીચર્સ એડ કરવાની એક નિશ્ચિત ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને ટાર્ગેટ કરવામાં આવેલા 13 iPhoneમાં MDM દ્વારા તેને મોકલવામાં આવ્યા.

અટેકર્સના કોડે ફોન નંબર, સીરિયલ નંબર, લોકેશન, કોન્ટેક્ટ્સ, યુઝરના ફોટો, SMS, ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટના મેસેજ હેક કર્યા છે. બની શકે કે આ ડેટાનો ઉપયોગ તે માલિકોને બ્લેકમેલ કરવા અથવા પૈસા પડાવવા માટે કરે. લિનક્સ/યૂનિક્સ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સની ઓનલાઈન કમ્યુનિટી નિક્સક્રાફ્ટે આ રિસર્ચને ક્વોટ કરીને ટ્વિટર પર લખ્યું છે કે, જે પ્રકારની તૈયારી કરવામાં આવી છે અને સમય વાપરવામાં આવ્યો છે તેને જોઈને લાગે છે કે ચોક્કસ આ VVIPsના આઈફોન હશે. તેમના જણાવ્યા અનુસાર, 3 વર્ષથી ચાલી રહેલા આ ઓપરેશન વિષે કોઈને ખબર પણ ન પડી શકી.

(1:07 am IST)