Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

૧પ જુલાઇની રાજધાનીમાં ભોજનનું નવુ મેનુ IRCTC રજૂ કરશે : ટ્રેનના મુસાફરોને સારૂ ગુણવતાનો ખોરાક આપનો આશય

નવી દિલ્‍હી : ૧પ જુલાઇથી રાજધાની ટ્રેનમાં ભોજનનું નવુ મેનું IRCTC રજુ કરશે, ટ્રેનના મુસાફરોને સારૂ ગુણવતાયુકત ખોરાક આપવાનો આશય હોવાનું જાણવા મળે છે.

આઈઆરસીટીસીએ તાજેતરમાં જણાવ્યું હતું કે પેસેન્જર ટ્રેનમાં બનનાર ભોજનને લાઇવ જોઇ શકશે. હાલમાં જ રેલવેએ Menu on Rails એપલિકેશન લોન્ચ કરી છે. રાજધાની ટ્રેનના એસી ક્લાસમાં વેલમક ડ્રીક, લીંબુ પાણી અને રિફ્રેશિંગ ટિશ્યુ આપવામાં આવશે. સવારે યાત્રિઓને 2 બિસ્કિટ, ચા કોફીની કિટ, એક શુગર કિટ, એક કોફી કિટ્સ એટલે કે ચા અને એક મિલ્ક ક્રીમર પીરસવામાં આવશે,

બ્રેક ફાસ્ટમાં જુદી-જુદી ખાદ્ય વસ્તુઓ પીરસવામાં આવશે. તેમાં 2 સ્ટફ્ટ પરાઠા, 100 ગ્રામ દહીં અને અથાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નાસ્તામાં 2 કુલ્ચા ચાણા, દહીં, 2 બેસન ચિલા, ચટણી, બે વેજ કટલેટ ફિંગર ચિપ્સ સાથે આપવામાં આવશે, રેલવે નાસ્તામાં ઢોકળા, ઇડલી પણ પીરસવામાં આવશે, નોન વેજ નાસ્તામાં કેપ્સીકમ / ડુંગળી / ટમેટા ઓમેલેટનો સમાવેશ થાય છે. લંચ અને રાત્રીભોજનમાં યાત્રિઓને પ્લેન રાઇસ, જીરા રાઇસ, મટર પુલાવ અથવા ફ્રાઇડ રાઇસમાંથી એક ડિશ મળશે. આ ઉપરાંત, 3 પ્લેન રોટી, 2 પરાઠા અથવા 4 પૂરીમાંથી એક ડિશ મળશે. યાત્રિયોને 150 ગ્રામ દાળ તડકા, કાબૂલી ચણા, રાજમાં ,દાળ મખની, ચણાદાળ અથવા છોલે સહિત એક ડિશ ઉપલબ્ધ થશે. સાથે જ 100 ગ્રામ દહીં, 1 અથાણાનું પેકેટ અને મીઠું અને મરચાં કિટ્સ મળશે. વેજ ડિશમાં મિક્સ વેજ, આલુ કોબી, ભરેલા ભીંડા શિમલા મરચા, કઢાઇ પનીર, દમ આલુ કાશ્મીરી, વેજ કોફતા અથવા મલાઇ કોફતા ડિશ મળશે, નોન વેજમાં ફિશ કરી, ચિકન બટર મસાલા, ચિકન મન્ચુરિયન ડિશ મળશે, ડેઝર્ટમાં રેલેવે 90 ML આઇસ્ક્રીમ, કાળા જાંબુ, રસગુલ્લા અથવા 100 ગ્રામ શ્રીખંડમાંથી કોઇ પણ એક મળશે.

સ્વીટમાં હવે 10 થી 15 ગ્રામની બ્રાન્ડેડ ચોકલેટ બાર પણ આપવામાં આવશે. આ ઉપરાંત ચામાં ગ્રીન ચા નો વિકલ્પ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત IRCTCના સીએમડી એમપી મલે જણાવ્યું હતું યાત્રિઓ સુધી ભોજન સરળતાથી મળી રહે, તેના માટે ટ્રોલી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. સાથે જ ટ્રેનમાં ટેબ સાથે ફિડબેક પણ આપવામા આવશે.

(12:59 am IST)