Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રાકેશ સિન્હા, સોનલ માનસિંહ સહિત ચાર હસ્તીઓને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે કર્યા નોમિનેટ

ફિલ્મજગતમાંથી કોઇપણ હસ્તીને સામેલ કરાઇ નથી : આ નિર્ણયથી સરકારે દલિત સમુદાયને સાધવાના પ્રયત્નો કર્યા છે

નવી દિલ્હી તા. ૧૪ : રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં ચાર જાણીતી હસ્તીઓના નામની જાહેરાત કરી છે. રાજ્યસભાના નવા ચહેરામાં ખેડૂત નેતા રામશકલ, લેખક અને સ્તંભકાર રાકેશસિન્હા, મૂર્તિકાર રઘુનાથ મહાપાત્રા અને કલાસિકલ ડાન્સર સોનલ માનસિંહનું નામ સામેલ છે. મહત્વની વાત એ છે કે, આ વખતે ફિલ્મ અથવા રમત-ગમતથી કોઇપણ હસ્તીને રાજ્યસભામાં સ્થાન આપવામાં આવ્યું નથી.

ચાર હસ્તિઓ ચાર અલગ-અલગ રાજ્યોથી છે અને તેમના ક્ષેત્રોમાં અત્યંત પ્રખ્યાત છે. ૨૦૧૯ની ચુંટણી અંગે આ પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રામશકલ ઉત્તર પ્રદેશથી આવે છે. તેઓએ દલિત સમુદાયમાં સારૂ કામ કર્યું છે. બીજી બાજુ રાકેશસિન્હા સંઘના વિચારક છે. તેઓએ ટીવી ચેનલો પર ભાજપનો પક્ષ રાખે છે. તેઓ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં એસોસિએટ પ્રોફેસર પણ છે. સોનલ માનસિંહ દેશની પ્રખ્યાત ડાન્સર છે. રઘુનાથ મહાપાત્રાએ જગન્નાથ મંદિર સાથે સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણયથી સરકારે દલિત સમુદાયને સાધવાના પ્રયત્નો કર્યા છે. રાષ્ટ્રપતિએ એવા સમયમાં ચાર સભ્યોની પસંદગી કરી છે. જ્યારે રાજ્યસભામાં ઉપસભાપતિની ચુંટણી થવાની છે. એવામાં ચાર સભ્યોના મનોનીત થવાથી સરકારના સંખ્યાબળમાં પણ મહત્વપૂર્ણ વધારો થયો છે.(૨૧.૨૭)

(3:47 pm IST)