Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

છોટા શકીલ, જાવેદ ચૌરાણી, ફહીમને દબોચવા તૈયારી

દાઉદના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા ભારતીય સુરક્ષા એજન્સી સક્રિય

નવી દિલ્હી, તા. ૧૪ : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના શાર્પશૂટર રાશીદ મલબારીને અબુધાબીમાંથી પકડયા પછી ભારતીય સુરક્ષા એજન્સીઓની નજર હવે છોટા શકીલ, જાવેદ ચૌરાણી, અને ફહીમ મચમચ પર છે. દાઉદ પછી આ ત્રણે પાસે જ હવે ડી ગેંગનો કમાન્ડ છે. આ કારણે સુરક્ષા એજન્સીઓ દાઉદ પહેલા તેમને ઝડપવાની તૈયારીમાં છે.

ગુપ્ત સૂત્રો અનુસાર ભારતની સુરક્ષા એજન્સીઓએ અન્ડર વર્લ્ડના આ ત્રણે મોટા માથાની હીલચાલ અને માહિતી પણ દેશની લાગતી વળગતી એજન્સીઓને પહોંચાડી છે. જયાંથી આ લોકોની વધારે અવર જવર થાય છે. ભારતની કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાની સુચના પ્રમાણે મધ્યપૂર્વના દુબાઇ, સાઉદી, અબુધાબી અને યુએઇના કેટલાક વિસ્તારોમાં આ ત્રણ ગુંડાઓની હિલચાલ વધારે છે. તેમણે આ દેશોના કેટલાક વિસ્તારોમાં પોતાનું નેટવર્ક ફેલાવ્યું છે જેથી કોઇ ખાસ મીટીંગ અથવા કોઇ ગુંડાને આદેશ આપવા ત્યાં બોલાવી શકાય.

સૂત્રોનું માનવામાં આવે તો દાઉદે ડી-કંપનીના અલગ અલગ કાળાધંધાઓની કમાન છોટા શકીલ, જાવેદ ચૌરાની અને ફહીમ મચમચને સોંપેલ છે એટલે ભારતીય એજન્સીઓ પહેલા આ ત્રણને ઝડપી લેવા માગે છે જેથી દાઉદના કાળાધંધાઓની કમર તૂટી જાય.

ભારતમાં ડી કંપનીનો સૌથી મોટો ગુંડો

રાશિદ વિષે એજન્સીઓનું માનવુ છે કે તે ભારતમાં ડી કંપનીનો સૌથી મોટો ગુંડો છે. ભારતમાંથી ફરાર થયા પછી તે ડી ગેંગની બધી ગતિવિધિઓનું સંચાલન બહારથી જ કરતો હતો. જો કે છેલ્લા થોડા સમયમાં દાઉદના ઘણા અંગત માણસો ગીરફતાર થઈ ચૂકયા છે. જેમા ફારૂક ટકલાનું નામ મુખ્ય છે. ટકલાને દુબઈથી ગીરફતાર કરાયો હતો. તે પાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે પણ સંકળાયેલો હતો.

ટકલાએ યુએઈમાં  નેટવર્ક બનાવ્યુ હતું

એજન્સીઓનું માનવુ છે કે ફારૂક ટકલો દુબઈમાંથી ગીરફતાર થયો તે પહેલા સંયુકત અરબ અમીરાતમાં પોતાનું નેટવર્ક મજબુત કરીને ત્યાંથી અંડરવર્લ્ડનું સંચાલન કરતો હતો. ટકલો દુબઈમાં દાઉદના ગેરકાયદે ધંધાઓની પણ દેખરેખ પણ રાખતો હતો. ૧૯૯૩ના મુંબઈ બોંબ વિસ્ફોટ પછી ટકલો ફરાર છે. તે દાઉદના ઈશારે સંયુકત આરબ અમિરાતમાં દાઉદ ગેંગ સાથે જોડાયેલાઓની દરેક પ્રકારે મદદ કરતો હતો.

(૧) છોટા શકીલ - તે ડી ગેંગમાં નંબર બે પર છે તે દાઉદના લગભગ બધા ધંધા પર ધ્યાન આપે છે.

(૨) જાવેદ ચૌટાની - તે મેચ ફીકસીંગ અને સટ્ટાનો ધંધો સંભાળે છે.

(૩) ફરીમ મચમચ - ભારત સહીતના અન્ય દેશો જ્યાં ડી ગેંગનો કાળો ધંધો ચાલે છે ત્યાં ગુંડાઓની ભરતી અને તેમને હથીયાર અને પૈસા ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે.

મેચ ફીકસીંગની તપાસમાં નામ બહાર આવ્યું.

મેચ ફીકસીંગ અને સટ્ટાના નેટવર્કની તપાસ દરમ્યાન દિલ્હી પોલીસના ધ્યાનમાં જાવેદ ઐટાનીનું નામ આવ્યું હતું. ત્યારથી પોલીસ તેને શોધી રહી છે. કરીમ હચમચ વિષે એવી માહીતી મળી હતી કે તે અંડર વર્લ્ડનો બેઝ તૈયાર કરી રહયો છે. આના માટે તેણે મુંબઇ ઉપરંત ઉતર ભારતના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં પોતાના ગુંડાઓને એકટીવ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેના ગુંડાઓને એજન્સીઓએ ઝડપી લીધા હતા. ત્યાર પછી ભારતીય એજન્સીઓ તેની પાછળ લાગી ગઇ છે.

રાશીદ ઉપર હત્યા અને ખંડણીના કેટલાય કેસ સુત્રોનું માનીએ તો અંડર વર્લ્ડનું નેપાળનું બધુ કામ રાશીદ માલબારી જ જોતો હતો. તેના પર હત્યા અને ખંડણીના ઘણા કેસ છે. મેંગ્લોર કોર્ટમાં જામીન પછી જયારથી તે ફરાર થયો છે ત્યાર પછી પોલીસે તેની સામે બુક આઉટ નોટીસ બહાર પાડેલ છે. તેના વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ પણ બહાર પાડેલ છે. તેના વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ પણ બહાર પડી ચુકી હતી. તે ર૦૦૦માં છોટા રાજન પર થયેલ હુમલામાં પણ સામેલ હતો. તે હુમલામાં છોટા રાજનને ગોળી વાગી હતી પણ તે ફરાર થઇ ગયો હતો. જો કે છોટા રાજનનો ખાસ રોહીત વર્મા આ હુમલામાં માર્યો ગયો હતો. તેણે છોટા રાજન પર હુમલા ઉપરાંત  શકીલના કહેવાથી કવાલમ્પુરમાં છોટા રાજનના નજીકના માણસની પણ હત્યા કરી હતી.(૮.૧૯)

(3:46 pm IST)