Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

થરુરના ‘હિંદુ પાકિસ્તાન’ નિવેદન પર કોલકતા કોર્ટે પાઠવ્યા સમન

થરુરને 14 ઓગસ્ટે હાજર થવા માટે કહેવાયુ

નવી દિલ્હી :કોંગ્રેસ સાંસદ શશિ થરુરના વિવાદિત નિવેદન પર કોલકત્તા કોર્ટે તેમને સમન પાઠવ્યા છે. વળી, વકીલ સુમિત ચૌધરીએ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે શશિ થરુરની ટિપ્પણીએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને બંધારણનું અપમાન કર્યુ છે. કોર્ટ દ્વારા થરુરને 14 ઓગસ્ટે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.

(1:01 pm IST)