Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

FCI એ ઘંઉના વેચાણ ભાવમાં ૧૧૦ રૂ. નો વધારો કર્યો

ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ૧૯૦૦ રૂપિયાના : બેઝ-ભાવ જાહેર કર્યા : સમગ્ર દેશમાં ૧૯ જુલાઇથી દર ગુરૂવારે ઓકશન યોજાશે

નવીદિલ્હી તા ૧૪ : કેન્દ્ર સરકારે આખરે ઘંઉના ખુલ્લા બજારમાં વેચાણ માટેની યોજનાની જાહેરાત કરી છે. સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘંઉના બેઝ વેચાણ ભાવમાં ગયા વર્ષની તુલનાએ  પ્રતિ કિવન્ટલ ૧૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. ઉપરાંત સરકારે ચાલુ વર્ષે દર ત્રણ મહિને આ ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે. ચાલુ વર્ષનું પ્રથમ ઓકશન આગામી અઠવાડિયાથી શરૂ થશે. નવી દિલ્હી ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) ની આ બાબતે કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ચાલુ વર્ષના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.FCI એ તમામ રાજયની સ્થાનીક કચેરીઓને સંબોધી લખેલા પરપિત્રમાં જણાવ્યું હતું કે સરકાર ચાલુ વર્ષે પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણા માટે પ્રથમ ત્રિમાસીક એટલે કે જુલાઇ, ઓગષ્ટ અન ેસપ્ટેમ્બર મહિના માટે બેઝ-ભાવ ૧૯૦૦ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, જયારે ઓકટોબર કવાર્ટર માટે ૧૯૨૫ રૂપિયા જાહેર કર્યા છે. આ સિવાયના રાજયોમાટે એકસ લુધિયાણાના ભાવ ઉપરાંત બીજા રાજયમાં પહોંચનાં રેલ્વે-ભાડા અને રોડ ટ્રાઝસપોર્ટનો ખર્ચ જે તે ડેપો પ્રમાણે ઉમેરવાનો રહેશે.FCI દ્વારા આગામી ૧૯ જુલાઇથી દર  ગુરૂવારે ઓકશન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. દરેક ઓકશનમાં બિડર વધુમાં વધુ ૫૦૦૦ ટનની બિડ કરી શકશે. એ ઉપરાંત સરકારે જે તે રાજયોનેપોતાની રીતે ગમે એટલી માત્રામાં સાપ્તિાહિક ઓકશન કરવાની છુટ આપી છે.

FCI દ્વારા ગયા વર્ષે ઓકશન મારફતે કુલ ૧૫ લાખ ટન ઘંઉનું વેચાણ કરવામાં આવ્યું હતું અને એ માટે બેઝ ભાવ ૧૭૯૦ રૂપિયા રાખ્યા હતા જેની તલ્લનાએ ચાલુ વર્ષે ૧૧૦ રૂપિયા વધારીને ૧૯૦૦ રુપિયા નક્કી કર્યા છે

(11:32 am IST)