Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

૨૦૧૯ ચુંટણી પહેલા રામમંદિર નિર્માણકાર્યોનો પ્રારંભ

ભાજપના અધ્યક્ષ અમિત શાહનુ એલાન : રામમંદિરને લઇને હાલની અટકળો ઉપર વિરામઃ અમિત શાહના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવશે એ નક્કીઃ સૌ પહેલી વખત અન્ય પક્ષોનુ વલણ બહાર આવ્યુ

નવિ દિલ્હી તા. ૧૪ : અયોધ્યાએ રામ મંદિરના નિર્માણને લઇને ઉઠી રહેલી અટકળો ઉપર ભાજપના અધ્યક્ષ  અમિત શાહે વિરામ લગાવી દીધો છે. હૈદરાબાદમાં પક્ષના નેતાઓ સાથે ની  બેઠકોમાં શાહે કહ્યુ હતુ કે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહોચતા રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ જશે. અમિત શાહના આ દાવાથી અયોધ્યાને લઇને રાજકારણ ફરી એક વખત ગરમી પડશે એે નક્કી છે.  કારણ  કે ભાજપના અનેક મોટા નેતાઓ આવા મુદ્દે કોઇપણ નિવેદન આપવાથી બચતા હોય છે.

ગઇકાલે હૈદરાબાદમાં પક્ષના નેતાઓ સાથેની બેઠકોમાં અમિત શાહે કહ્યુ હતુ કે ચુંટણી  પહેલા અયોધ્યામાં રામ મંદિર ના નિર્માણ ને લઇને યોગ્ય પગલા લેવામા આવશે.

ભાજપને રાષ્ટ્રિય કારોબારીના રાજ્ય પી.શેખરજીએ પત્રકારોને કહ્યુ હતુ કે બેઠકો દરમ્યાન અમિત શાહે કહ્યુ છે હતુ કે વર્તમાન ઘટનાક્રમ ને જોય એવુ લાગે છે કે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. એક દિવસના હૈદરાબાદના પ્રવાસમાં આવેલ  અમિત શાહે કહ્યુ હતુ કે સમય પહેલા ચુંટણીની કોઇ સંભાવના નથી.

અત્રે એ નોંધનીય છે કે ભાજપના કોઇને ય સમય સમય પર રામ મંદિર નિર્માણને લઇને  નિવેદનો  આવ્યાના રહ્યા છે.  પણ અત્યાર સુધી પક્ષનું વલણ  સ્પષ્ટ  થયુ નથી. તાજેતરમાં રામ જન્મભુમિ  ત્યારના વરિષ્ઠ સભ્ય ડો. રામવિલાસ વેદાંનીએ કહ્યુ હતુ કે યુપીમાં ચુંટણી પહેલા યોગીએ રામ મંદિરના નામે વોટ માંગ્યા હતા. અને તેની અસર સ્વરૂપ જ તેઓ રેકોર્ડબ્રેક મતોથી જીત્યા હતા. ભાજપ રામમંદિરનું નિર્માણ  ન કરે તો પક્ષ નિશ્ચિત રીતે પાતાળમાં ચાલ્યા જશે. (૧૭.૪)a

(11:31 am IST)