Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

આઈપીઓમાં રીટેલ ઈન્વેસ્ટરો માટે યુપીઆઈ સિસ્ટમ લાગુ કરવાનો સેબીનો વિચાર

એનાથી એક બેન્કમાંથી બીજી બેન્કમાં તરત જ પેમેન્ટ ટ્રાન્સફર થઈ જશે, પરિણામે મધ્યસ્થીનું કામ ઘટશે

મુંબઈ, તા. ૧૪ :. આઈપીઓની પ્રોસેસ અને એના લિસ્ટિંગને વધુ ઝડપી-સરળ બનાવવા નિયમન સંસ્થા સેબી રીટેલ ઈન્વેસ્ટરો માટે ઓલ્ટરનેટિવ પેમેન્ટ વ્યવસ્થા વિચારી રહી છે. આ વ્યવસ્થા મોબાઈલ આધારિત યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) હશે. એનાથી એક બેન્કમાંથી બીજી બેન્કમાં તરત જ પેમેન્ટ ટ્રાન્સફર થઈ જશે, પરિણામે મધ્યસ્થીનું કામ ઘટશે.

વર્તમાનમાં બે સિસ્ટમ મારફત આ પેમેન્ટ થાય છે. એક એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ અમાઉન્ટ (એએસબીએ) ઈન્વેસ્ટર પોતે કરે છે જેમાં તેના ખાતામાંથી રકમ તો જ અને એટલી જ ડેબીટ થાય છે જેટલા તેને શેર ફાળવાય છે, જ્યારે બીજી સિસ્ટમ બ્રોકર મારફત એએસબીએ કરાય છે. જેમાં બ્રોકર પાસેની ગ્રાહકની રકમમાંથી પેમેન્ટ થાય છે.

આ સિસ્ટમમાં વધુ અરજી બ્રોકર મારફત થાય છે. જો કે સેબીના મતે આમાં ભૂલો થાય છે અને સમયનો વ્યય થાય છે કેમ કે મોટાભાગના ગ્રાહકો આઈપીઓના છેલ્લા દિવસે અરજી ફાઈલ કરે છે. વધુમાં આમા અરજીઓની ફીઝીકલ મુવમેન્ટ થાય છે એને લીધે પણ સમય જાય છે.

યુપીઆઈ સિસ્ટમ લાગુ કરવાથી પેપરવર્ક એટલે કે ફીઝીકલ પેપર્સની મુવમેન્ટ દૂર  થશે  અને  ઓનલાઈન  પેમેન્ટ  થઈ  જશે. (૨-૨)

(9:28 am IST)