Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પાસપોર્ટ વેરિફિકેશનના બદલામાં પોલીસે મહિલા પત્રકાર પાસે આલિંગનની માગણી કરી

આરોપી પોલીસને અત્યારે ઘરે બેસાડી દેવામાં આવ્યો છે

નવીદિલ્હી તા.૧૪: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મહિલમ પત્રકારે પોલીસ-અધિકારી પર પાસપોર્ટ વેરિફિકેશનના નામે આલિંગનની માગણી કરવાનો આરોપ મુકયો હતો. આ મહિલાએ ટ્વીટ કરી ઉત્તર પ્રદેશના પાસપોર્ટ વિભાગ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજને ફરિયાદ કરી છે.

મહિલા પત્રકારે પાસપોર્ટ રિન્યુ કરાવા અરજી કરી હતી. પોલીસ-સ્ટેશનમાં તહેનાત પોલીસ-અધિકારી વેરિફિેકેશન માટે મહિલાના ઘેર ગયા હતા જયાં તેમણે મહિલાને ત્રણ-ચાર સવાલ પૂછી જવાબ નોંધ્યા હતા. દરમ્યાન પોલીસ-અધિકારીએ કામ થઇ જવા પર મહિલા પાસે આલિંગનની માગણી કરી હતી. મહિલાએ ગઇકાલે પોલીસ-સ્ટેશનમાં જઇ લેખિત ફરિયાદ કરી હતી. (૧.૨)

(9:25 am IST)