Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બૉમ્બ બ્લાસ્ટ :85 લોકોના મોત :150થી વધુ ઘાયલ

ક્વેટાના માસ્તુંગમાં ઉમેદવારનું મોત :અનેક નેતાઓ ઘાયલ :સ્ફોટક સ્થિતિ

 

પાકિસ્તાનના ખૈબર પસ્તૂનવા પ્રાંતમાં બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 85 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે.પાકિસ્તાનની પ્રદેશિક સરકારના આરોગ્યપ્રધાન ફૈઝ કાકર કહેવા પ્રમાણે, કમ સે કમ 100 લોકોના મૃત્યુ થયા છે.

  ક્વેટાના માસ્તુંગમાં થયેલા વિસ્ફોટમાં ઉમેદવારનું મૃત્યુ થયું છે. જ્યારે બાનુ શહેરમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે 24 અન્ય ઘાયલ થયા છે.

 પાકિસ્તાની તાલિબાને હુમલાની જવાબદારી સ્વીકારી છે.

મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનની એકાઉન્ટિબિલિટી કોર્ટે નવાઝ શરીફને દસ વર્ષ તેમના પુત્રીને સાત વર્ષ તથા તેમના જમાઈને એક વર્ષની સજા ફટકારી હતી.

  નવાઝ શરીફ શુક્રવારે લંડનથી વતન પરત ફર્યા તે પહેલાં ચૂંટણી રેલીઓમાં વિસ્ફોટ થયા હતા.

પાકિસ્તાનમાં 25મી તારીખે ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં વધુ હિંસા થાય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

 

પાકિસ્તાનમાં બે અલગ-અલગ જગ્યાઓ પર થયેલી ચૂંટણીની રેલીમાં બોમ્બ વિસ્ફોટ થયા છે પહેલો હુમલો પાકિસ્તાનનાં ઉત્તરી પશ્ચિમમાં અંજામ આપ્યો હતો  બોમ્બ ધમાકામાં કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટીનાં વરિષ્ઠ નેતા તો બચી ગયાં પરંતુ આમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે અને 37 લોકો ઘાયલ થઇ ગયાં છે.

ઉત્તરી વજીરિસ્તાન કબાઇલી જિલ્લાથી સટે બન્નુ જિલ્લામાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં જમીયત ઉલેમા--ઇસ્લામ-ફઝલનાં નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અકરમ દુર્રાની મામૂલી રૂપથી ઘાયલ થઇ ગયાં છે. દુર્રાનીને સામાન્ય ઇજા પણ આવી છે. વિસ્ફોટક એક મોટર સાયકલ પર લગાવેલાં હતાં. મોટર સાઇકલ જેવી દુર્રાનીનાં વાહનની નજીક આવી ને તુરંત એમાં વિસ્ફોટ થયો.

હુમલા બાદ બલૂચિસ્તાનનાં દારેનગઢ વિસ્તારમાં બલૂચિસ્તાન અવામી પાર્ટી (બીએપી)નાં ઉમેદવાર નવાબઝાદા સિરાજ રાયસૈનીની ચૂંટણી રેલી દરમ્યાન વિસ્ફોટ થઇ ગયો. જેમાં 33 લોકો સહિત બીએપી ઉમેદવારનું મોત થઇ ગયું છે. હમણાં ગઠિત બલૂચિસ્તાન અવામી પાર્ટીનાં ઉમેદવાર સિરાજ રાયસૈની પૂર્વ બલૂચિસ્તાનનાં મુખ્યમંત્રી નવાબ અસલમ રાયસૈનીનાં નાનાં ભાઇ હતાં.

(12:00 am IST)