Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

યુ.એસ.માં કેલિફોર્નિયા ગવર્નરની રેસમાં જોડાવા કાશ્મીરી પંડિત શ્રી કેવિન કિશોર કૌલ આતુર : ઓગસ્ટ માસમાં 60 મા જન્મદિવસ ઉપર ચૂંટણી કમપેન લોન્ચિંગ કરવાની નેમ

ન્યુ યોર્ક  : આજથી  30 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર સાઉથ ડાકોટા આવેલા કાશ્મીરી પંડિત શ્રી કેવિન કિશોર કૌલએ કેલિફોર્નિયા ગવર્નરની રેસમાં જોડાવા આતુરતા દર્શાવી છે.

આંધ્રપ્રદેશના વરંગલની પ્રાદેશિક ઇજનેરી કોલેજના ઇલેક્ટ્રિકલ એન્જીનીઅર શ્રી કૌલ, કે જેમણે યુ.એસ. વેસ્ટ કોસ્ટમાં ઉદ્યોગ સાહસિક તરીકે  લાખો ડોલર બનાવ્યા છે. તેઓ હવે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માંગે છે. .

લોસ એન્જલસનાં લોંગ બીચ પરથી ફોન પર તેમણે આઈએએનએસને જણાવ્યું હતું કે અમને ચૂંટણી ફંડ માટે 1 મિલિયન ડોલરથી વધુના વચનો મળ્યા છે.  તેમણે મે માસના  અંતમાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરી દીધા છે.

કૌલની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેઓ યુએસ ગ્લોબલ બિઝનેસ ફોરમના સ્થાપક અને અધ્યક્ષ તરીકે છે. યુ.એસ. પ્રવાસ કરતા પહેલા, કૌલે ભારતીય નૌકાદળ સાથે અને નવી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદર ટ્રસ્ટમાં કામ કર્યું હતું.

કૌલ તેમના 60 માં જન્મદિવસ પર ગવર્નર તરીકેના ચૂંટણી કમપેનની શરૂઆત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(6:57 pm IST)