Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) નું પ્રશંસનીય કૃત્ય : મેનહટન ચેપટરના ઉપક્રમે ભારતને COVID-19 સહાય પુરી પાડવા વર્ચ્યુઅલ મ્યુઝિકલ પ્રોગ્રામ દ્વારા ફંડ ભેગું કર્યું

ન્યુયોર્ક : ન્યુયોર્કના  મેનહટનમાં ગ્લોબલ ઓરિજિન પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિનના ઉપક્રમે 6 જૂનના રોજ  ભારતમાં કોવિડ -19 રાહત માટે ફંડ ભેગું કરવા સ્વરતાલ મ્યુઝિશિયન્સના સહયોગથી વર્ચુઅલ  મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું.

જેની શરૂઆત સ્વરતાલ મ્યુઝિકલ્સના પલ્લવી વર્મા બેલવારી કે જેઓ GOPIO મેનહટનના ફાઉન્ડિંગ આજીવન મેમ્બર છે.તેમણે કરી હતી. તેમની સાથે ભાર્ગવી નૈદના, કૌશલ સંપત અને સ્મિતા સિન્હા જોડાયા હતા. ગાયકોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરવા માટે બોલીવુડના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય રોમેન્ટિક ગીતો પસંદ કર્યા હતા. ઉપરાંત, બેલવારી  દ્વારાપેઇન્ટિંગ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવ્યું હતું, .

GOPIO કનેક્ટિકટ અને મેનહટ્ટન ચેપટરના ઉપક્રમે  ભારતમાં ઓક્સિજન ઉપકરણો મોકલાયા છે . સાથોસાથ યુ.એસ. અને વિશ્વના અન્ય ચૅપટરો જરૂરીયાતમંદોને તબીબી પુરવઠો અને ખોરાક પૂરો પાડે છે . GOPIO અધ્યક્ષ ડો. થોમસ અબ્રાહમે ઉપરોક્ત ઉમદા કાર્ય માટે મેનહટન ચેપટરની પ્રશંસા કરી હતી .

મેનહટનના ચેપટર પ્રમુખ શિવેન્દર સોફતે ગાયકોનો  આભાર માન્યો હતો.  10 ડોલરની કિંમતની ટિકિટ દ્વારા  ફંડ ભેગું કરાયું હતું. ટિકિટના વેચાણ અને અન્ય ડોનેશન દ્વારા એક હજાર ડોલર ભેગા થયા હતા તેવું ઈ.વી.દ્વારા જાણવા મળે છે.

(6:18 pm IST)