Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

૫૪૭ ટકા જેટલું વધી ગયું ભાડુ

કોફીથી લઇને રમકડા સુધીની ચીજો મોંઘી થવાનું કારણ છે કન્ટેનરનાં ભાડામાં વધારો

નવી દિલ્હી, તા.૧૪: કોફીથી લઈને રમકડાંઓ સુધી દરેક વસ્તુઓ હાલ દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તેનું કારણ પાછલા થોડા દિવસોથી દુનિયાભરમાં શોપિંગ ગુડ્સની કિંમતમાં વધારો છે. તેના કારણે વિદેશથી આવતા એટલે કે આયાત કરવામાં આવતા સામાનોની કિંમત વધી ગઈ છે. દુનિયામાં સૌથી સસ્તુ ટ્રાંસપોર્ટેશન દરિયાઈ માર્ગે થાય છે. માટે ૮૦ ટકા ગુડ્સ ટ્રાન્સપોર્ટ પાણીના માધ્યમથી કરવામાં આવે છે. તેના માટે ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેનરનું ભાડુ ૫૪૭% સુધી વધારી દેવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર કંપનીએ જણાવ્યું કે ચીનના શંદ્યાઈથી રોટરડમ માટે ૪૦ ફૂટના એક કન્ટેનરનું ભાડુ ૧૦,૫૨૨ ડોલરે પહોંચી ચુકયું છે.

રમકડાં, ફર્નિચર અને ઓટો પાર્ટ્સથી લઈને કોફી-ખાંડ જેવી વસ્તુઓના ભાવ પર પણ ખૂબ અસર પડવાની આશંકા છે. જેના કારણે દુનિયાના દ્યણા દેશોમાં પહેલાથી જ મોંઘવારીના કારણે ઝઝૂમી રહેલા લોકોના ખિસ્સા પર વધારે ભાર પડી શકે છે. બ્રિટનમાં એક રમકડાંની દુકાનથી સંસ્થાપકે કહ્યું કે પાછલા ૪૦ વર્ષમાં ટોય રિટેલિંગ વ્યાપારમાં તેમણે આવી પડકારજનક પરિસ્થિતિ કયારેય નથી જોઈ. કિંમત વધારવા માટે એટલું પ્રેશર થઈ રહ્યું છે કે રમકડાંની કિંમત લગભગ ૨ ઘણી થઈ શકે છે. તેના કારણે વેચાણ પર પણ અસર પડે છે.

શિપિંગ કન્ટેનરનું ભાડુ વધવાનું કારણ છે દુનિયાભરમાં માંગની તેજી. તેની સાથે જ શિપિંગ કન્ટેનરની શોર્ટેઝ, પોર્ટ્સની ખરાબ સ્થિતિ અને જહાજ અને ડોક પર કામ કરનાર કારીગરોની સંખ્યામાં કમી છે. આ કારણે સામાન ઉઠાવતા જહાજની સ્પીડ પર અસર પડી રહ્યો છે. એેશિયાઈ દેશોમાં હાલમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરના કારણે આ સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.

એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસીનું અનુમાન છે કે ગયા વર્ષની તુલનામાં શિપિંગ કોસ્ટમાં ૨૦૫ ટકાની વૃદ્ઘિ થઈ શકે છે. તેના કારણે સામાનની કિંમતો પર અસર પડી શકે છે. મહત્વનું છે કે શિપિંગ ચાર્જને વધારે ગંભિરતાથી નથી લેવામાં આવતું કારણ કે કોઈ પણ સામાનને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં નાની ભાગીદારી હોય છે.

(5:03 pm IST)