Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ઇસરાઇલના નવા વડાપ્રધાનને નરેન્દ્રભાઇ મોદીએ આપી શુભેચ્છા : નેતન્યાહૂને પણ કર્યા બાદ

નવી દિલ્હી,તા. ૧૪: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરીને ઇસરાઇલના નવા વડાપ્રધાન નેફ્ટાલી બેનેટને શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદીએ લખ્યું છે, 'માનનીય નેફ્ટાલી બેનેટ, ઇસરાઇલના વડાપ્રધાન બનવા માટે તમને શુભેચ્છાઓ. આવતા વર્ષે આપણે વ્યૂહાત્મક સંબંધોના ૩૦ વર્ષ પૂરા થવાનો જશ્ન મનાવી રહ્યાં હોઈશું. હું તમને મળવા અને આપણા બંને દેશો વચ્ચે રાજકીય ભાગીદારીને વધારે ઉંડી કરવાને લઈને ઉત્સુક છું.'

તે પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુ એક ટ્વિટ કરીને ઇસરાઇલના પૂર્વ વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનો પણ ધન્યવાદ માન્યો હતો.

તેમને ટ્વિટ કર્યું, 'જેમ કે, તમે ઈસરાઇલ રાષ્ટ્રના વડાપ્રધાનનો સફળતાપૂર્વક કાર્યકાળ પૂરો કરી રહ્યાં છો, હું તમારા નેતૃત્વ અને ભારત-ઇસરાઇલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદાર માટે વ્યકિતગત રીતે ધ્યાન આપવા માટે તમારો આભાર વ્યકત કરૂ છું.'

(4:55 pm IST)