Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

હવે મહિલાઓ બનશે પૂજારીઃ ટ્રેનિંગ કોર્સ પણ શરૂ કરશે તામિલનાડુ

માત્ર ૧૦૦ દિવસમાં બધી જ જાતિઓ મુજબ મહિલા પૂજારી નિયુકત થઈ જશે : રાજયના ધાર્મિક અને ધર્મ સહાયતા વિભાગના મંત્રીએ આ બાબતે જાણકારી આપી

ચેન્નાઇ, તા.૧૪: તમિલનાડુમાં હવે મહિલાઓ પણ પૂજારી બની શકશે. રાજયના ધાર્મિક અને ધર્મ સહાયતા વિભાગના મંત્રીએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે જે પણ મહિલાઓ મંદિરમાં પૂજારી બનવા માંગે છે, તે લોકો તે માટેના આવેદન આપી શકે છે અને સરકાર આ મહિલાઓને આ વિશેનું પ્રશિક્ષણ પણ આપશે. તેમણે વધુમાં કહ્યું કે ઘ્પ્ એમ કે સ્ટેલિનની મંજૂરી મળ્યા બાદ, સરકર મહિલાઓ માટે ટ્રેનિંગ કોર્સ બહાર પાડશે અને પછી મહિલા પૂજારીઓની નિયુકિત કરશે.

આ વિભાગના મંત્રી પીકે શેખરબાબુ એ ૧૨ જૂનના દિવસે, રિજનલ જોઇન્ટ કમિશ્નરની રિવ્યુ મિટિંગ બાદ એક પ્રેસ કોનફેરેન્સ દ્વારા આ માહિતી આપી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મહિલાઓએ ઘણી બધી અરજી કરી હતી કે મંદિરોમાં મહિલાઓને પણ પૂજારી તરીકે રાખવામાં આવે. તેમણે કહ્યું કે જો મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે તો મહિલાઓને પણ પૂજારી બનાવી શકાય. તેમણે કહ્યું કે કેટલાક ગામડાઓમાં મહિલાઓ જ મંદિરમાં પૂજા કરે છે. ત્યાંનાં બે ચાર મંદિરોમાં મહિલાઓ પૂજારી તરીકે કામ કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે CM એમ કે સ્ટેલિનની મંજૂરી મળ્યા બાદ, સરકર મહિલાઓ માટે ટ્રેનિંગ કોર્સ બહાર પાડશે અને પછી મહિલા પૂજારીઓની નિયુકિત કરશે. આ માટે હું આશ્વાસન આપું છું કે માત્ર ૧૦૦ દિવસમાં બધી જ  જાતિઓ મુજબ મહિલા પૂજારી નિયુકત કરી દેવામાં આવશે.

(4:54 pm IST)