Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ધારણ કર્યુ નવુ ખતરનાક રૂપ : એન્ટીબોડી કોકટેલની અસરને નિષ્ફળ કરી શકે છે ડેલ્ટા+

ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ વધારે સંક્રમણ મ્યુટેન્ટમાં ફેરવાઇ ચૂકયો છે : ડેલ્ટાના ૬૩ જીનોમની ઓળખ

નવી દિલ્હી તા. ૧૪ : ડેલ્ટા વેરિએન્ટને લઈને હવે વૈજ્ઞાનિકોએ તેના વધારે મ્યૂટેન્ટ વર્ઝનના ફેલાવાની આશંકા વ્યકત કરી છે.

વૈજ્ઞાનિકોની આશંકા છે કે આ ડેલ્ટા વેરિએન્ટ હજું પણ વધારે સંક્રમક  AY.1 અથવા ડેલ્ટા પ્લસ જેવા મ્યૂટેન્ટમાં ફેરવાઈ ચૂકયો છે.  આ નવો મ્યૂટેન્ટ એન્ટીબોર્ડી કોકટેલને પણ બેઅસર કરવા સક્ષમ છે. મોનોકલોનલ એન્ટીબોડી કોકટેલને હાલમાં કોરોનામાં વધારે અસરકારક ગણાવાયી રહી છે.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા સમાચાર મુજબ બ્રિટન સરકારના સ્વાસ્થ્ય તથા સામાજિક દેખરેખ વિભાગના એક કાર્યકારી એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે ગ્લોબલ સાયન્સ  GISAIDની પહેલ પર અત્યાર સુધી નવા Okay417N ઉત્પરિવર્તનની સાથે ડેલ્ટા  (B.1.617.2)ના ૬૩ જીનોમની ઓળખ છે. કોરોના વેરિએન્ટ પર ગત શુક્રવાર સુધી અપડેટ કરાયેલી રિપોર્ટમાં ભારતે ૭ જૂન સુધી ડેલ્ટા પ્લસના ૬ મામલા નોંધવામાં આવ્યા હતા.

દિલ્હીની ઈન્સ્ટીટ્યૂટ ઓફ જીનોમિકસ એન્ડ એન્ટીગ્રેટિવ બાયોલોજીના ડોકટર અને કમ્પ્યૂટેશનલ બાયોલોજિસ્ટ વિનોદ સ્કારિયાએ કહ્યુ કે Okay417N અંગે વિચાર કરવા માટે મહત્વપૂર્ણ બિંદુ મોનોકલોનલ એન્ટીબોડી દવા કૈસિરિવિમાબ અને ઈમ્ડેવિમાબની એન્ટિબોડીને બેઅસર કરવાની પુરાવા છે. તેમણે કહ્યુ કે Okay417N માટે વેરિએન્ટ ફ્રીકવન્સી ભારતમાં બહું વધારે નથી. અત્યાર સુધી ફકત ૬ મામલા રિપોર્ટ થયા છે. જેમ જેમ ડેલ્ટા વિકસિત થઈ રહ્યા છે. આ વધારે મ્યૂટેન્ટ થઈ રહ્યા છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું  છે કે ડેલ્ટા- AY.1 ડેલ્ટામાં વિવિધતાઓની નિયમિત સ્કેનિંગના માધ્યમથી જોવા મળી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બહું ઓછી સંખ્યામાં જ્ઞાત અનુક્રમોએ સ્પાઈક પ્રોટીન મ્યૂટેશન Okay417Nને પ્રાપ્ત કરી લીધું છે. વૈજ્ઞાનિકોએ આ રીતે સૌથી પહેલા સિકવેન્સને માર્ચના અંતમાં યુરોપમાં શોધ્યો હતો. સ્કોરિયાએ કહ્યુ કે યુરોપ, એશિયા અને અમેરિકાના ૧૨૭ સિકવન્સ હવે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. સ્કારિયાએ જણાવ્યું કે દુનિયાભરમાં હવે ઉપલબ્ધ અનેક જીનોમ AY.1 અથવા  B.1.617.2.1 વંશનો ભાગ હતા.

(3:36 pm IST)