Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ફાઈઝર અને મોડર્ના વેકિસનના લીધે હૃદયની બિમારીનો ભય

હૃદયની દુર્લભ બિમારીઓના ૮૦૦ કેસ આવ્યા, ૧૨ થી ૨૪ વર્ષની ઉંમરના લોકોને વધુ અસર : હૃદયની બાજુમાં આવેલા પટલોમાં સોજા થઇ જાય છેઃ સંશોધકોએ ચિંતા વ્યકત કરી

નવીદિલ્હીઃ અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેકિસનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે ૮૦૦ કેસ સામે આવ્યા છે. જેની સીડીસી દ્વારા તપાસ ચાલી રહી છે. આ આંકડા વેકિસન સુરક્ષાને લઈ યોજાયેલી એક બેઠકમાં સામે આવ્યા છે. કેટલાક સંશોધકોએ વેકિસનના કારણે સર્જાયેલી આ સમસ્યાને લઈ ચિંતા વ્યકત કરી હતી.

જાણવા મળ્યા મુજબ તેમાં અડધાથી વધારે સમસ્યા ૧૨થી ૨૪ વર્ષની ઉંમરના લોકોને થઈ છે જ્યારે દેશમાં કરોડો વેકિસનમાંથી માત્ર ૯ ટકા જ આ ઉંમરના લોકોને અપાઈ છે.

આ જાણકારી સામે આવ્યા બાદ હવે સીડીસીના સલાહકાર વેકિસનથી સર્જાયેલી જટિલતાઓ, માયોકાર્ડાઈટિસ અને પૈરિકાર્ડાઈટિસના કારણો જાણવા ૧૮ જૂનના રોજ બેઠક યોજશે.

માયોકાર્ડાઈટિસમાં હૃદયની માંસપેશીઓમાં તો પૈરિકાર્ડાઈટિસમાં હૃદયની આજુબાજુ આવેલા પટલોમાં સોજા આવવા લાગે છે. ૩૧ મે સુધીમાં ૨૧૬ લોકોને પહેલા ડોઝ બાદ અને ૫૭૩ લોકોને બીજા ડોઝ બાદ માયોકાર્ડાઈટિસ કે પૈરિકાર્ડાઈટિસનો સામનો કરવો પડ્યો હતો. ૧૬-૧૭ વર્ષની ઉંમરના ૭૯ અને ૧૮-૨૪ વર્ષની ઉંમરના ૧૯૬ યુવાનોમાં આ પ્રકારના કેસ સામે આવ્યા હતા.

(12:54 pm IST)