Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોદી સરકાર જે ઉપદેશ દુનિયાને આપે છે, એના પર પહેલા ખુદ અમલ કરોઃ ચિદંમ્બરમ

જી-7 સમિટની બેઠકમાં વડાપ્રધાન મોદી તરફથી લોકતંત્ર અને વૈચારિકી સ્વતંત્રતા ઉપર ભાર આપવા મામલે ચિદમ્બરમનો ટોણો

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે જી-7 સમિટની બેઠકમાં વડાપ્રધાન મોદી તરફથી લોકતંત્ર અને વૈચારિકી સ્વતંત્રતા ઉપર ભાર આપવા અંગે સોમવારે કટાક્ષ કરતા કહ્યું કે મોદી સરકાર જે ઉપદેશ આખી દુનિયાને આપે છે. તેના ઉપર પહેલા ખુદ અમલ કરવો જોઈએ. ચિદમ્બરે ટ્વીટ કરીને કહ્યું કે જી-7 આઉટરીચ બેઠકમાં વડાપ્રધાન મોદીના ભાષણ પ્રેરક હોવાની સાથે સાથે અજીબો ગરીબ પણ હતું. મોદી સરકાર જે ઉપદેશ દુનિયાને આપે છે.

તેમણે દાવો કર્યો છે કે એ દુઃખની વાત છે કે વડાપ્રધાન મોદી એકમાત્ર અતિથિ હતા જે આઉટરીચ બેઠકમાં સીધી રીતે હાજર રહ્યા ન હતા. પોતાની જાતને પૂછો કે જ્યાં સુધી કોવિડ-19 સામે લડાઈ લડવાનો સવા છે. તો ભારતની સ્થિતિ સૌથી ખરાબ છે. અમે જનસંખ્યાના અનુપાતમાં સૌથી વધારે સંક્રમિત અને સૌથી ઓછા રસીકરણવાળો દેશ છે.

વડાપ્રધાન મોદીએ રવિવારે જી-7માં શિખર સંમ્મેલનના સત્રમાં કહ્યું કે તાનાશાહી, આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, ખોટી માહિતી અને આર્થિક જોર-જબરદસ્તીથી સમાજ અને મૂક્ત અર્થવ્યવસ્તા સત્રમાં પીએમ મોદીએ પોતાના સંબંધમાં લોકતંત્ર, વૈચારી સ્વતંત્રતા અને સ્વાધીનતા પ્રતિ ભારતની સભ્યતાગત પ્રતિબદ્ધતાને રેખાંકિત કર્યા છે. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફેરસિંગના માધ્યમથી આ સત્રને સંબોધિત કર્યું છે.

(12:28 pm IST)