Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

દેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર

પેટ્રોલ - ડિઝલના ભાવ ક્‍યાં જઇ અટકશે ? મધ્‍યમ વર્ગમાં ભભૂક્‍તો રોષ : ડિઝલના ભાવ વધવાથી મોંઘવારી વધી રહી છે : રાજસ્‍થાનના શ્રીગંગાનગરમાં ડીઝલનો ભાવ ૧૦૦ની સપાટી વટાવી ગયો : અહિં પેટ્રોલનો ભાવ છે રૂા. ૧૦૭.૫૩ : આ મહિને ૮મી વાર ભાવ વધ્‍યા

નવી દિલ્‍હી તા. ૧૪ : પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરનેપાર થયો છે. રાજસ્‍થાનનાએક નાના શહેર શ્રીગંગાનગર દેશનું પ્રથમ શહેર છે. જયાંડિઝલનો રેટ ૧૦૦ રૂપિયાનેપાર કરી ગયો છે. ત્‍યાં પેટ્રોલ પણ દેશમાં સૌથી મોંઘુ ૧૦૭.૫૩ રૂપિયા પ્રતિ લિટર વેચાય રહ્યું છે. દેશમાં ૧૩૫ જિલ્લાઓ છે જયાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની પાર કરી ચુક્‍યા છે.

આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ સસ્‍તું થવાનાકોઈ અણસાર નથી. તેના સૌથી મોટા કારણ છે. પ્રથમ તો એ કે કેન્‍દ્ર સરકાર હોય કે રાજયસરકાર, કોઈ પણ ટેક્ષઘટાડવાના પક્ષમાં નથી. તેના પર ફકરરાજનીતિ થઇ રહી છે. વિપક્ષ કહી રહ્યું છે કે સરકાર કિંમતોઘટાડેતો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનનુંકહેવું છે કે રાજસ્‍થાન અને મહારાષ્ટ્ર જેવા કોંગ્રેસ શાસિત રાજયોનેપ્રથમ ટેક્ષમાં ઘટાડો કરવો જોઈએ. બીજું સૌથી મોટું કારણ છે ક્રૂડ ઓઈલના ભાવ ગ્‍લોબલ માર્કેટમાં સતત વધી રહ્યા છે. ક્રૂડ ઓઇલ હવે ૭૩ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. જયારેક્રૂડ ઓઈલના ભાવ વધશે તો દેશની તેલ કંપનીઓ પણ ભાવ વધારશેઘટાડશે નહીં.

આજે પેટ્રોલ ૨૯-૩૦ પૈસા પ્રતિ લિટર મોંઘો થયો છે. જયારેડીઝલના ભાવ ૨૮-૩૦ પૈસા લીટર સુધી વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ૭૩ ડોલર પ્રતિ બેરલ વચ્‍ચે અંદાજે ટ્રેડ કરી રહ્યું છે. જેનાથી આગળ પણ કિંમતોમાં વધારો થયો છે. જયારેઘટાડો ફક્‍ત ૪ વાર થયો છે. ફક્‍ત આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલની કિંમતોઅત્‍યારસુધી અંદાજે ૧૪ ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જયારે૫ રાજયોના વિધાનસભા ચૂંટણી થવાની હતી. તે દરમયાનકિંમતોસ્‍થાયી રહી.

મુંબઈમાં પેટ્રોલનો રેટ ૧૦૨ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ચુક્‍યો છે. જયારેડીઝલ ૯૪નેપાર કરી ચુક્‍યો છે. જૂનમાં અત્‍યારસુધીમાં૮ વાર ભાવ વધી ચુક્‍યાછે. જૂનમાં પેટ્રોલ ૧.૯૫ રૂપિયા મોંઘુ થયું છે. જયારેડીઝલ આ મહિને ૪.૬૮ રૂપિયા મોંઘુ થયું છે.

સામાન્‍ય લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલમાં ૧૫ એપ્રિલેથોડી રાહત મળી હતી. એપ્રિલમાં વધુ એક માર્ચના મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ વાર ઘટાડો થયો હતો. ૧૫ એપ્રિલ પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અંતિમ વાર ફેરફાર ૩૦ માર્ચ ૨૦૨૧નારોજ થયો હતો.દિલ્‍હીમાં પેટ્રોલનોરેટ આજે ૯૬.૪૧ રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ આજે ૧૦૨.૫૮ રૂપિયા છે. કલકતામાં પેટ્રોલ ૯૬.૩૪ રૂપિયા છે. અને ચેન્નાઈમાં પેટ્રોલ ૯૭.૬૯ રૂપિયા વેચાય રહ્યું છે.

વર્ષ ૨૦૨૧માં અત્‍યારસુધી તેલની કિંમતો૫૦ વાર વધારવામાં આવ્‍યો છે. આ દરમયાનપેટ્રોલ ૧૨.૭૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ૧ જાન્‍યુઆરીએ પેટ્રોલનો ભાવ ૮૩.૭૧ રૂપિયા હતું. આજે ૯૬.૪૧ રૂપિયા પ્રતિ લીટર છે. એ જ રીતે દિલ્‍હીમાં ૧ જાન્‍યુઆરીથી માંડીને ડીઝલ ૧૩.૪૧ રૂપિયા લિટર મોંઘુ થયું છે.

(10:56 am IST)