Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃઆખુ વર્ષ - ૨૦૬

એકતા

‘‘અસ્‍તીત્‍વ સાથે જેટલો સબંધ બતાવી શકાય એટલો બનાવો વૃક્ષ પાસે બેસો, વૃક્ષને ભેટો અને એવુ અનુભવો કે તમે તેને મળી રહ્યા છે. તેમાં ભળી રહ્યા છો. તરતી વખતે તમારી--આંખો બંધ રાખો અને અનૂભવો કે તમે પાણીમાં ઓગળી રહ્યા છો ત્‍યા એકતા થવા દો''

તમે વિશ્રામ કરી શકો અને કોઇ વસ્‍તુ સાથે એક થઇ શકો તેના રસ્‍તાઓ શોધો, જેટલી વધારે તમે તમારી ઉર્જાને બીજાને ઉર્જા સાથે ભેળવશો-બીલાડી સાથે કુતરા સાથે, પુરૂષ સાથે,સ્ત્રી સાથે, વૃક્ષ સાથે-તેટલા જ તમે ઘરની વધારે નજીક પહોંચી જશો તે આનંદદાયક કામ છ.ે

એકવાર તમે તે અનુભવ કરશો એકવાર તમારામા એ આવડત આવી જશે, તમને આヘર્ય થશે કે તમે જીવનમાં ઘણુ બધુ ગુમાવ્‍યું છે. દરેક વૃક્ષ, જેની પાસેથી તમે પસાર થઇ રહ્યા છો તે તમને તીવ્ર આનંદ આપી શકે છે અને દરેક અનુભવ-સુર્યોદય, સુર્યાસ્‍ત, ચંદ્ર, આકાશના વાદળ, ઘાસ-તમને એક અહલાદીત આનંદ આપી શકે છે. ઘાસ ઉપર સુઇ જાઓ અને-અનુભવો કે તમે પૃથ્‍વી સાથે એક થઇ ગયા છો પૃથ્‍વીમાં ભળી ગયા છો. તેમાં અદ્રશ્‍ય થઇ ગયા છો પૃથ્‍વીને તમારી અંદર આવવા દો.

આ ધ્‍યાન છે એક થવા માટે શકય હોય તેટલા રસ્‍તા બનાવો ભગવાનને દશ હજાર દરવાજાઓ છે. અને દરેક જગ્‍યાએ તે હાજર છે પરંતુ તે ફકત એક થવાની અવસ્‍થામાં જ ઉપલબ્‍ધ છે. તેથી એક બનેછે. કે કયારેક ઉન્‍માદની ક્ષણોમાં પ્રેમીઓ જાણે છે કે ધ્‍યાન શું છ.ે એક થવાનો આ એક રસ્‍તો છે.પરંતુ ઘણાબધા રસ્‍તાઓમાંથી તે એક છે, હજારો રસ્‍તાઓ છે. જો કોઇ શોધ કરે તો તેનો કોઇ અંત નથી.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:18 am IST)