Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સિમેન્ટ સેકટરમાં અદાણી ગ્રુપની એન્ટ્રીઃ નવી કંપની 'અદાણી સિમેન્ટ'નું લોન્ચીંગ

અદાણી સિમેન્ટ તમામ પ્રકારના સિમેન્ટનું ઉત્પાદન અને વેચાણ કરશે

નવી દિલ્હી,તા. ૧૪: ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપ નવા સેકટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. આ જૂથ હવે સિમેન્ટ ક્ષેત્રે પ્રવેશ કરશે. અદાણી ગ્રુપ બંદરો અને એરપોર્ટ જેવા ક્ષેત્રોમાં પહેલેથી જ છે. સ્ટોક એકસચેન્જોને અપાયેલી માહિતીમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું છે કે, જૂથે અદાણી સિમેન્ટના નામથી સંપૂર્ણ માલિકીની કંપનીની સ્થાપના કરી છે.

નિયમનકારી ફાઇલિંગમાં અદાણી એંટરપ્રાઇઝે જણાવ્યું હતું કે અદાણી કેપિટલની અદાણી સિમેન્ટમાં ૧૦ લાખ રૂપિયાની અધિકૃત શેર મૂડી છે અને ૫ લાખ રૂપિયાની ચૂકવણી અપ શેર મૂડી છે. ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુવાળી આ નવી કંપનીમાં ૫૦ હજાર ઇકિવટી શેર છે. અદાણી સિમેન્ટ ૧૧ મી જૂને ગુજરાતના રજિસ્ટ્રાર કંપનીઝમાં નોંધણી કરાઈ છે, કંપનીએ હજી સુધી પોતાનો ધંધો શરૂ કર્યો નથી, જેના કારણે તેનું હાલનું ટર્નઓવર નથી. અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે, અદાણી સિમેન્ટ તમામ પ્રકારના સિમેન્ટનું ઉત્પાદન અને વેચાણ કરશે.

બજારના નિષ્ણાતો કહે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મૂડી ખર્ચમાં થયેલા વધારાનો લાભ લેવા ગૌતમ અદામી સિમેન્ટ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, કંપની ઝડપથી પોર્ટ અને એરપોર્ટના વ્યવસાય જેવી નાની સિમેન્ટ કંપનીઓ હસ્તગત કરી શકે છે.

આ ક્ષેત્રમાં અદાણી સિમેન્ટ એસીસી સિમેન્ટ, લફર્જ, જેકે સિમેન્ટ, જે કે લક્ષ્મી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. આ કંપનીની સ્થાપના પછી અદાણી ગ્રુપનો વ્યવસાય હવે એફએમસીજીથી એરપોર્ટ અને પાવર ટ્રાન્સમિશન સુધી સિમેન્ટના વ્યવસાયમાં પ્રવેશ કરશે.

વર્ષ ૨૦૨૧ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે જબરદસ્ત સાબિત થયું છે. વર્ષ ૨૦૨૧ માં અદાણી જૂથની કંપનીઓના શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે, જેના કારણે ગૌતમ અદાણીની સંપત્ત્િ। આ વર્ષે ૪૩ અબજ એટલે લગભગ ૩.૧૫ લાખ કરોડ રૂપિયા વધી છે અને તે એશિયામાં બીજા નંબરનો સૌથી ધનિક વ્યકિત બન્યા છે.

(11:03 am IST)