Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ઈમરાન ખાને ઈન્કમટેક્ષ ઉપર ૩૫% ટેકસ ઝીંકયો : પાકિસ્તાન સ્તબ્ધ

૨૧ કરોડ પાકિસ્તાનીઓમાંથી માત્ર ૨૦ લાખ લોકો આઈટી રીટર્ન ભરે છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકારે બજેટમાં ઘણા નવા ટેકસ લગાડયા છે અને ઘણી એવી સખ્ત નીતિઓ બનાવી છે જેનાથી ફકત મોંઘવારી જ નહીં પરંતુ અર્થવ્યવસ્થાની ગતિ પણ સુસ્ત રહેવાની છે તેથી પાકિસ્તાનીઓ માટે આવનારો સમય પડકારજનક અને મુશ્કેલીઓથી ભરેલો રહેવાનો છે. મંગળવારે સંસદને સંબોધિત કરતા નાણામંત્રી હમ્માદ અઝહરે આગામી નાણાકીય વર્ષ માટે ૫.૫૫ ટ્રિલિયન કર રાજસ્વનું લક્ષ્ય જાહેર કરવામાં આવ્યું છે જે ગત વર્ષ કરતા ૩૦ ટકા વધારે છે.

પાકિસ્તાનની ૨૧ કરોડ વસતીમાં ફકત ૨૦ લાખ લોકો જ આવકવેરા રિટર્ન ભરે છે. સરકારે હાલના આવકવેરાના દરોને ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કર્યો છે. તે ઉપરાંત ટેકસ સ્લેબને પણ વધારવામાં આવ્યો છે જે હેઠળ ૫૦,૦૦૦ માસિક આવક અને નોન સેલેરીડ કલાસને ૩૩,૩૩૩ રૂપિયાની માસિક આવક પર ટેકસ ચૂકવવો પડશે. સંસદમાં ઇમરાને જણાવ્યું કે પાકિસ્તાન કાશ્મીર સહિત બંને દેશ વચ્ચે પ્રવર્તતા તમામ વિવાદનો ઉકેલ લાવવા માગે છે. સરકારે ઘી અને મરઘી ઉછેર પર ૧૭ ટકા ટેકસ અને શુગર ટેકસ પણ બમણો કરવાની જાહેરાત કરી છે.

(1:00 pm IST)