Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

૭માં પગાર પંચ મામલે

કેન્દ્રીય કર્મચારીઓને બજેટમાં મળશે ખુશખબર

સરકાર પોતાના કર્મચારીઓને નિરાશ કરવા માંગતી નથીઃ નાણામંત્રીએ યોજી ત્રીજી બેઠક ન્યુનત્તમ વેતન અને ફીટમેન્ટ ફેકટર અંગે જાહેરાતની સંભાવતાના

નવી દિલ્હી તા. ૧૪ : ર૦૧૯-ર૦ના બજેટ અંગે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરૂવારે એક મીટીંગ કરી હતી નવી દિલ્હીમાં થયેલી આ મીટીંગ તેમની બજેટ પહેલા સલાહ સુચનો માટે ત્રીજી મીટીંગ હતી. સીતારમણ ઉપરાંત તેમાં નાણા અને કોર્પોરેટ બાબતોના રાજય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. મીટીંગમાં બજેટ બાબતે ઉંડાણપૂર્વક ચર્ચાઓ થઇ હતી. સૂત્રોએ જણાવ્યું કે નાણાપ્રધાનને આ પહેલાની મીટીંગમાં ઘણા મુદ્દાઓની જાણ કરાઇ હતી. જેમાં કેન્દ્રીય કર્મચારીઓનો મુદ્દો પણ હતો જોકે આ અંગે કેટલી અને શું વાત થઇ તેની ઓફીસશ્યલ માહિતી નથી. પણ માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને કોઇપણ સંજોગોમાં નિરાશ કરવા નથી ઇચ્છતી.

 

સીતારમણે નવા ખાતાની ઓફિસમાં પદ સંભાળ્યું ત્યારે પહેલા જ દિવસે તેમના સહયોગીઓએ સાતમા પગાર પંચ અને કેન્દ્રિય કર્મચારીઓના મુદ્દા પર તેમને બ્રીફીંગ આપી હતી. સાથેજ મોદી સરકારના ગયા કાર્યકાળમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે પણ એક મીટીંગ દરમ્યા સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે કેન્દ્ર આ બાબતે અત્યંત ગંભીર છે.

સાતમાં પગાર પંચની ભલામણો બાબતે કેન્દ્રિય કર્મચારીઓ ઘણાં સમયથી ન્યુનત્તમ પગાર વધારવા અને ફીટમેન્ટ ફેકટર સુધારવાની માંગણીઓ કરી રહ્યા છે અત્યારે તેમનો લઘુતમ બેઝીક પે ૧૮૦૦૦ રૂપિયા છે જ્યારે તેમની માંગણી તેને વધારીને ર૬ હજાર રૂપિયા કરવાની છે.

આ દરમ્યાન, સુત્રોના હવાલાથી ઘણા મીડીયા રીપોર્ટસમાં કહેવાયુ હતું કે સરકાર પગાર વધારામાં થોડો સમય લઇ શકે છે આ સમયગાળો ૪ થી ૬ મહિનાનો જણાવાઇ રહ્યો હતો. કેમ કે કેન્દ્રિય કર્મચારીઓના પગાર વધારા અંગેના કોઇપણ મોટા નિર્ણયથી સરકારી ખજાના ઉપર મોટો પ્રભાવ પડશે.

એવું પણ કહેવાઇ રહ્યું હતું કે જો સરકાર આ બાબતમાં ઉતાવળે કોઇ નિર્ણય લેશે તો તેનાથી કર્મચારીઓને વધારે ફાયદો નહીં મળે આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા ફકત બે હજાર રૂપિયા મીનીમમ પે મં વધે તેવો અંદાજ મુકાયો હતો જયારે માંગણી ૧૮ હજારથી વધારીને ર૬ હજાર કરવાની છે.

નિષ્ણાતોનું માનવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા સરકારની ખાસ્સી મોટી વોટબેં રૂપે જોવામાં આવે છે એટલે તે કોઇપણ સંજોગોમાં આ વર્ગને નિરાશ કરવા નહી ઇચ્છે તેના પાછલા કાર્યકાળમાં કેટલાક કારણો અને પછી ચુંટણી આચાર સહિતા લાગુ થવાથી પગાર વધારાનો નિર્ણય લેવામાં મોડુ થયું પણ મોદીના બીજા કાર્યકાળમાં આ મુદ્દે મોટા નિર્ણયની આશા આગામી મહિનાઓમાં કરાઇ રહી છે સરકાર પાસે આના માટે એક ખાસ ફોર્મ્યુલા પણ છે જેને અર્કાઇડ ફોર્મ્યુલા દર્શાવાઇ હતી.

(11:38 am IST)