Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

નબળુ પડેલ વાયું વાવાઝોડુ ઓમાનથી પાછુ ફરી હવે મોડી સાંજે

પોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે

રાજકોટઃ હવામાન ખાતાએ સવારે ૧૦ વાગે જાહેર કરેલ સતાવાર યાદી મુજબ આવતા ૧૨ કલાકમાં 'વાયુ' વાવાઝોડુ (સવારે વેરાવળ-દિવ- પોરબંદરથી અનુક્રમે ૧૮૫-૨૦૫-૧૩૦ કિ.મી. અંતરે હતુ) સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં નબળુ પડી પસાર થશે. આ સમય દરમિયાન એટલે કે મોડી સાંજ પછી સૌરાષ્ટ્રના પોરબંદર અને દેવભુમિ દ્વારકાના કાંઠાના વિસ્તારોમાં ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે ત્રાટકશે. આ દરમિયાન સમયાંતરે ઝટકાનો પવન ૮૦ કિ.મી. પ્રતિ કલાકે થઈ શકે છે.

જયારે ગીર સોમનાથ - જૂનાગઢમાં મોડી સાંજે કે ત્યારબાદ ૪૦ થી ૫૦ કિ.મી. ઝડપે ફૂંકાશે અને આ દરમિયાન સ્પીડ સમયાંતરે વધી ઝટકાનો પવન ૬૦ કિ.મી. સુધી જઈ શકે છે. આ બધા જિલ્લામાં ત્યારબાદ ધીમે ધીમે હવાનું જોર ઘટતુ જશે.

આજે સવારે મળતા હેવાલો મુજબ 'વાયુ' વાવાઝોડાની ગતિ ધીમી પડી છે અને કલાકના ૬ કિ.મી. ઝડપે આગળ વધી રહેલ છે. વેરાવળથી ૧૮૫ કિ.મી. પશ્ચિમે દીવથી ૨૫૦ કિ.મી. પશ્ચિમે, અને પોરબંદરથી ૧૩૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે આજે સવારે ૫ાા વાગ્યે 'વાયુ' કેન્દ્રિત થઈ આગળ વધ્યુ હતું.

 

(2:41 pm IST)