Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

યુ.કે.સરકાર ટૂંક સમયમાં વીઝા નીતિ ઉદાર બનાવશેઃ ડોકટરો તથા નર્સોની તંગીને ધ્‍યાને લઇ વાર્ષિક ૨૦૭૦૦ વીઝાની મર્યાદામાં વધારો થશેઃ કૌશલ્‍ય ધરાવતા વિદેશી કુશળ કર્મચારીઓ તથા ભારતના મેડીકલ વ્‍યવસાય સાથે જોડાયેલા લોકો માટે તકો વધશે

લંડનઃ યુ.કે. ગવર્મેન્‍ટ વીઝા નીતિમાં સરળતા લાવી તે ઉદાર બનાવી શકે છે હાલમાં જે વીઝાની મર્યાદા છે તેમાં વધારો થઇ શકે છે. ખાસ કરીને ‘‘નેશનલ હેલ્‍થ સર્વિસ (NHS)'' દ્વારા તબીબોની ખેંચ માટેની રજુઆતને ધ્‍યાને લઇ ભારતના તબીબો તથા નર્સો માટે ઉદાર ઇમીગ્રેશન પોલીસી આવી શકે છે ઉપરાંત વિશેષ કૌશલ્‍ય ધરાવતા વિદેશી કુશળ કામદારો માટે પણ ઉદાર વીઝા નિતી આવી શકે છે.

આ અંગે યુ.કે.ના હોમ સેક્રેટરી ઓફ સ્‍ટેટ શ્રી સાજીદ થવેદ કેજેઓ ઇમીગ્રેશન પોલીસીમાં ઉદારતા લાવવાની વિચારણા કરશે તેવી તેમણે ખાત્રી આપી હતી. તેઓ ટુંક સમયમાં વીઝા માટેની હાલની મર્યાદા દૂર કરી ફેરફારની ઘોષણાં કરે તેવી શક્‍યતા છે. હાલમાં વાર્ષિક ૨૦૭૦૦ વીઝાની મર્યાદા છે.

યુ.કે.ના હોમ સેક્રેટરી દ્વારા ટુંક સમયમાં ફેરફારો માટે થનારી ઘોષણાંને ‘‘બ્રિટીશ એશોશિએશન ઓફ ફીઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (BAPIO)ના પ્રેસિડન્‍ટ શ્રી ડો.રમેશ મહેતાએ ઓર્ગેનાઇઝેશનની લડતના વિજયની શરૂઆત ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં ફેબ્રુ ૨૦૧૮ની પરિસ્‍થિતિ મુજબ યુ.કે.માં ૩૫ હજાર નર્સ તથા ૧૦ હજાર ડોકટરોની ઘટ છે.

 

(10:03 pm IST)