News of Thursday, 14th June 2018

શ્રીનગરમાં આતંકવાદીઓનું ધૃણીત કૃત્ય: રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાતની ગોળી મારીને હત્યા

બુખારીના પીએસઓનું પણ મોત :મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી,પૂર્વ મુખયમંત્રી ફારુખ અબ્દુલા અને ગૃહમંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું

 

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગુરૂવારે સાંજે આતંકવાદીઓએ રાઇજિંગ કાશ્મીર સમાચાર પત્રના સંપાદક શુજાત બુખારીને ગોળી મારીને હત્યા કરી છે હૂમલામાં બુખારીના પીએસઓનું પણ મોત થયુ છે. પત્રકારનાં મોત અંગે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો છે. મહેબુબા મુફ્તીએ ટ્વીટર પર લખ્યું કે, શુજાત બુખારીના આકસ્મીક મોતથી પરેશાન અને દુખી છું. ઇદ પહેલા આતંકવાદીઓનું ધૃણીત કૃત્ય છે.

 

  પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુખ વ્યક્ત કર્યો છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યું કે, ઘટનાથી હું સંપુર્ણ રીતે શોક્ડ છું. દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓની કાયરતાપુર્ણ હરકત છે. તેઓ એક સાહસી અને નિડર પત્રકાર હતા. હૂમલો એવા અવાજોને ચુપ કરાવવાનો પ્રયાસ છે.

(9:58 pm IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST