Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રેલવેએ 3013ની ટિકિટ ઠપકારી દીધી : ટીટીએ વળી 800નો દંડ કરી અને મુસાફરને ઉતારી દીધો : કોર્ટે રેલવેને 10 હજારનો દંડ ફટકાર્યો

સહરાનપુર :ઉત્તર પ્રદેશના સહારનપુરની એક ગ્રાહક કોર્ટે ભારતીય રેલ્વેને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.અહેવાલ અનુસાર આ દંડ એક પ્રવાસીની યાત્રાની નિશ્ચિત તારીખથી એક હજાર વર્ષ પહેલાની ટિકિટ ઇશ્યુ કરવાના મામલે લગાવાયો છે.કોર્ટે રેલ્વેને વિષ્ણુકાંત શુકલા નામના આ પ્રવાસીને ત્રણ હજારા રૂપિયાનુ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

  19 નવેમ્બર 2013ના રોજ વિષ્ણુકાંત શુકલા હિમગિર એક્સપ્રેસ મારફતે સહારનપુરથી જોનપુર જઇ રહ્યા હતા, યાત્રા દરમિયાન ટિકિટ નિરીક્ષક (ટીટીઇ)ની નજરમાં આવ્યુ કે તેમની ટિકિટ પર યાત્રાનુ વર્ષ 2013ના બદલે 3013 છપાયુ છે. જેના પછી ટીટીઇએ વિષ્ણુકાંત શુકલા પર 800 રૂપિયાનો દંડ ફટકાર્યો અને તેમને મુરાદાબાદ સ્ટેશન પર જ ટ્રેનથી ઉતારી દેવામાં આવ્યા હતા.

  અહેવાલ અનુસાર વિષ્ણુકાંત શુકલાનુ કહેવુ છે કે તે યાત્રા મારા માટે જરૂરી હતી કારણ કે જોનપુરમાં મારા એક મિત્રની પત્નીનુ નિઘન થયુ હતુ. મે એક ડિગ્રી કોલેજમાં હિંદી વિષયના વિભાગીય વડા પદેથી સેવાનિવ્રુત થયેલો છુ. નકલી ટિકિટ થકી પ્રવાસ કરવા અંગે વિચાર પણ ના કરી શકુ. મે કોઇ ખોટુ કર્યુ નથી.જેથી યાત્રા સમાપ્ત થયા પછી ન્યાય મેળવવા માટે ગ્રાહક કોર્ટનો આશરો લીધો હતો.

    પાંચ વર્ષ સુધી ચાલેલી ન્યાયિક પ્રક્રિયા બાદ ગત મંગળવારે કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે આ સમગ્ર મામલે રેલ્વે વિભાગ તરફથી લાપરવાહી અને સેવાઓમાં કમીનો અભાવ દેખાય છે. વ્રુદ્ધને યાત્રા દરમિયાન ટ્રેનથી ઉતારવાના પગલે તેમને શારિરીક અને માનસિક યાતનાઓથી પસાર થવુ પડયુ હશે.

(8:41 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST