Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઉત્તરાખંડમાં ફરી ભૂકંપના હળવા આંચકાઓથી ભય

તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર રહી

ઉત્તર કાશી, તા. ૧૪ :ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં આજે સવારે આશરે છ વાગે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં અફડાતફડી પણ મચી ગઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર આંકવામાં આવી છે. ત્યારબાદ ૬.૨૩ વાગે બીજો આંચકો આવ્યો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં વ્યાપક દહેશત દેખાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર કાશી જિલ્લાના ૧૦ કિલોમીટર ભૂગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના લીધે જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ મળ્યા નથી. આ પહેલા ૧૨મી ફેબ્રુઆરીના દિવસે પણ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૩.૨ જેટલી આંકવામાં આવી હતી. ભૂકંપની તીવ્રતા વધારે ન હોવા છતાં લોકોમાં દહેશત રહી હતી. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દહેરાદૂન, નૈનીતાલ, ઉધમસિંહનગરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ૭૦ કિલોમીટરથી વધુની ઝડપે પવન ફુંકાઇ તેમ પણ જણાવવામાં આવ્યું છે.

(7:35 pm IST)