Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફોન કંપનીઓ હવે નહિ રાખી શકે આધારની વિગતો

ટુંકસમયમાં વર્ચ્યુઅલ આઇડી ફરજિયાત બનશે : નવી સિસ્ટમ બનાવશે કંપનીઓ

નવી દિલ્હી તા. ૧૪ : હવે તમારા આધાર કાર્ડની જાણકારી વધું સુરક્ષિત થવા જઈ રહી છે. તેનું કારણ એ છે કે હવે મોબાઈલ કંપનીઓ તમારા આધાર કાર્ડની વિગતો પોતાની પાસે નહિં રાખી શકે. તેનું કારણ એ છે કે હવે ટૂંક સમયમાં વર્ચ્યુઅલ આઈડી ફરજિયાત બનવા જઈ રહ્યું હોવાથી તમારા આધારકાર્ડની વિગતોઙ્ગ કે જે તમે જાણકારી આપવા માટે આપો છો તે કોઈ પણ સિસ્ટમ પર ડિસપ્લે નહિં થાય. જેથી કરીને કંપની તેનો ડેટાબેઝ રાખી શકશે નહિં. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

નવો ફોન લેતી સમયે કે વેરિફિકેશનના સમયે જે દસ્તાવેજ કામ આવે છે તેમાં આધાર પણ એક છે. અત્યાર સુધી કંપનીઓ આધારનો ડેટા પોતાની પાસે રાખી લેતી હતી. પણ હવે તેવું નહિં થાય.

એનાથી નવું સિમ કા઼ર્ડ લેતી વખતે કે જૂના સિમકાર્ડને વેરિફાઈ કરવા દરમિયાન વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગનો રસ્તો સાફ થઈ ગયો છે. વર્ચ્યુઅલ આઈડી આધારના વિકલ્પ તરીકે કામ કરશે. વર્ચ્યુઅલ આઈડીની સમય મર્યાદા માત્ર એક દિવસની હોય છે તેથી તે ઓટોમેટિક રદ્દ થઈ જશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(DoT)ની તરફથી જારી કરવામાં આવેલા સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આધાર નંબરની પ્રાઈવેસી અને સુરક્ષાને વધું મજબૂત કરવા માટે UIDAIએ આધાર ઈકોસિસ્ટમમાં કેટલાંક બદલાવનો પ્રસ્તાવ કર્યો છે. DoTએ મોબાઈલ કંપનીઓથી પોતાની પ્રક્રિયામાં બદલાવ લાવવા કહ્યું છે, જેમ કે વર્ચ્યુઅલ આઈડી સિસ્ટમને લાગૂ કરવી અને એક નવી સિસ્ટમ બનાવવી, જેમાં કંપનીની પાસે યૂઝર્સનો ડાટાની સીમિત પહોંચ હોય.

UIDAIએ આ વર્ષે એપ્રિલમાં વર્ચ્યુઅલ આઈડીની સુવિધા શરૂ કરી હતી. તેના આધારે આધારનંબરની જગ્યાએ ૧૬ આંકડાવાળો એક ઓળખ નંબર જનરેટ કરવામાં આવશે જયાં પણ આધારકાર્ડ નંબરની જરૂરિયાત હશે ત્યાં આપવામાં એ નંબર આવશે. આ નંબર કોઈપણ વ્યકિત પોતાના મોબાઈલ દ્વારા જનરેટ કરી શકશે. આ નંબર આધાર કાર્ડ સાથે જ જોડાયેલો હશે પણ આધાર નંબર નહિં હોય. તે (OTP) હશે તેને માત્ર એક વખત જ વપરાશમાં લઈ શકાશે.

સરકાર હવે આધારની જગ્યાએ વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગને પ્રાધાન્ય આપશે. દરેક જગ્યાએ તેને ઉપયોગમાં લેવાશે. અલબત્ત તેને પરિણામે આધારની કાયદેસરતા કે ઉપયોગીતા ખતમ નહિં થાય પણ હવે વર્ચ્યુઅલ આઈડી(VID)નો ઉપયોગ સામાન્ય થઈ જશે. જો તમે તમારા UIDAI ઓળખ નંબરની બદલે VID નંબર બનાવવા માંગતા હોય તો તે કેવી રીતે જનરેટ થાય છે તે અહિં જાણી લો.

તમે તમારો VID નંબર જાતે જ જનરેટ કરી શકો છે. જે UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી નંબર છે. જે કામચલાઉ છે. VID નંબર ૧૬ આંકડાનો હોય છે. તેનું આયુષ્ય માત્ર ૧ દિવસનું જ હોય છે. તમે જરૂરિયાતના સમયે એકથી વધારે VID નંબર જનરેટ કરી શકશો. પણ નવો VID નંબર એ જ દિવસે જનરેટ કરી શકાશે નહિં. તે પછી બીજે કે ત્રીજે કે પછી કોઈ અન્ય દિવસે જનરેટ કરી શકાય છે. તમે તમારા આધારકાર્ડની ડિટેઈલ આપવાને બદલે VID નંબર આપી શકો છો. પહેલી જૂનથી આ સત્તાવાર રીતે ગ્રાહ્ય છે. તમે તમારા ૧૨ આંકડાના આધાર નંબરને બદલે ૧૬ આંકડાનો VID નંબર આપી શકો છો.(૨૧.૨૬)

 

(4:18 pm IST)