Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

૧૩ ભેંસની ચોરીનો શક : ટોળાએ બેને રહેંસી નાખ્યા

રાંચી તા. ૧૪ : ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં ઢોરની ચોરીના શક પરથી ટોળાંએ ઢોર માર મારીને બે મુસ્લિમોની હત્યા કરી હતી. પોલીસે આ મામલે પોતાની ૧૩ ભેંસ ચોરવાનો આરોપ મૂકનાર ચાર વ્યકિતની ધરપકડ કરી હતી. દુલ્લુ ગામના રહેવાસીઓએ સિરાબુદ્દીન અન્સારી (૩૫) અને મુર્તઝા અન્સારી (૩૦)ને પકડીને એમના પર મંગળવારે રાતે મુંશી મારમુની ૧૩ ભેંસ ચોરવાનો આરોપ મૂકયો હતો.

ગોડ્ડાના એસપી રાજીવકુમારે જણાવ્યું હતું કે ગામવાળાએ એવો દાવો કર્યો હતો કે એમને બનકટ્ટી વિસ્તારમાં બંને પાસેથી ગુમ થયેલી ભેંસો મળી આવી હતી. એમને માર મારીને મારી નાખવામાં આવ્યા હતા. આ મામલે મરમુ અને ત્રણ અન્યો - કાલેશ્રર સોરેન, કિશન ટુડુ અને હરજોહાન કિસ્કુની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ચારેયની ધરપકડ કરીને હાલ પરિસ્થિતિ થાળે પાડવામાં આવી છે.  એક સપ્તાહ અગાઉ આસામમાં બાળકોની ચોરી કરતા હોવાના શકે ટોળાએ બે વ્યકિતને માર મારીને મારી નાખ્યા હતા. તેલંગણા અને કર્ણાટકમાં પણ આ રીતે પાંચ વ્યકિતને મારી નખાયા હતા.

(3:49 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST